ગુજરાત

gujarat

ETV Bharat / bharat

DGCA Approved Modification: HALના હિન્દુસ્તાન 228 એરક્રાફ્ટમાં ફેરફારને DGCAની મંજૂરી - DGCA Approved Modification

DGCAએ HAL દ્વારા ઉત્પાદિત હિન્દુસ્તાન 228 એરક્રાફ્ટના મોડિફિકેશન માટે મંજૂરી આપી દીધી છે. આ એરક્રાફ્ટ મહત્તમ 5,695 કિગ્રા વજન સાથે ટેકઑફ કરી શકે છે.

DGCA Approved Modification: HALના હિન્દુસ્તાન 228 એરક્રાફ્ટમાં ફેરફારને DGCAની મંજૂરી
DGCA Approved Modification: HALના હિન્દુસ્તાન 228 એરક્રાફ્ટમાં ફેરફારને DGCAની મંજૂરી

By

Published : Feb 28, 2023, 6:40 PM IST

બેંગ્લોર: નાગરિક ઉડ્ડયન નિર્દેશાલયે દેશની મુખ્ય કેન્દ્ર સરકારની માલિકીની એરક્રાફ્ટ ઉત્પાદક HAL દ્વારા ઉત્પાદિત 19 પેસેન્જર ક્ષમતાના 'હિન્દુસ્તાન-228 એરક્રાફ્ટ'માં ફેરફારને મંજૂરી આપી છે. આ નવા મોડલના 19 પેસેન્જર એરક્રાફ્ટની મહત્તમ ટેકઑફ વજન ક્ષમતા 5695 કિલોની છે. 'હિન્દુસ્તાન-228 એરક્રાફ્ટ' ઘણી વિશેષ સુવિધાઓથી સજ્જ છે, જે અન્ય સામાન્ય વિમાનોની તુલનામાં પાઇલોટ્સ માટે ઉડાન ભરવામાં સરળ બનાવે છે.

આ પણ વાંચોઃGujarat CNG Sales Closed: 3 માર્ચથી તમામ CNG પંપ રહેશે બંધ, 55 મહિનાથી માર્જિનમાં વધારો ન થતાં નિર્ણય

DGCAએ આપી મંજૂરીઃ સોમવારે જાહેર કરાયેલા એક મીડિયા રિલીઝમાં, બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે પુષ્ટિ કરી કે, કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય (DGCA)એ HAL દ્વારા ઉત્પાદિત 19 પેસેન્જર ક્ષમતાના 'હિન્દુસ્તાન-228 એરક્રાફ્ટ'ના નવા મોડલને મંજૂરી આપી દીધી છે.

DGCAએ આપી મંજૂરી

નવા એરક્રાફ્ટમાં અનેક સુવિધાઃ નવું મોડલ 'હિન્દુસ્તાન 228' એરક્રાફ્ટ 5,700 કિલોના એરક્રાફ્ટ ફ્લિટમાં જોડાયું છે. આ પ્રકારના એરક્રાફ્ટની જાળવણી ઓછી ખર્ચાળ છે. HALના મુખ્ય જનસંપર્ક અધિકારીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, નવા એરક્રાફ્ટમાં ઓપરેટરોને ડઝનેક સુવિધાઓ મળશે.

આ પણ વાંચોઃManish Sisodia : મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને આપ્યું રાજીનામું, કેજરીવાલે બંને રાજીનામાનો કર્યો સ્વીકાર

પાઈલટને વધુ કૌશલ્યની જરૂર નથીઃ 19 પ્રવાસીઓની ક્ષમતાવાળા નવા પ્રકારના વિમાનને ઉડાવવા પાઈલટને વધુ કૌશલ્યની જરૂર નથી. એક ઓછી લાયકાત ધરાવતો પાઈલટ આના માટે પૂરતો છે. કોમર્શિયલ પાઈલોટ લાઈસન્સ ધરાવતા પાયલટોને પણ આ એરક્રાફ્ટ ઉડાવવાની છૂટ છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ફ્લાઇટ મેન્ટેનન્સ કર્મચારીઓને વધારાની તાલીમની પણ જરૂર પડશે નહીં.

સૌથી જૂની કંપનીઃ આપને જણાવી દઈએ કે, એચએએલ ડિફેન્સ એવિએશન સેક્ટરમાં કામ કરતી દેશની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. તે વર્ષ 1940થી સંરક્ષણ ઉડ્ડયન ક્ષેત્રમાં કામ કરી રહી છે. હાલમાં તેની કુલ આવક 24,000થી વધુ છે. આ કંપનીમાં 28,000થી વધુ લોકો કામ કરે છે.

ABOUT THE AUTHOR

...view details