- 90 વર્ષીય રેશમ બાઇને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી છે વધુ લગાવ
- દાદીની કાર ચલાવવાની ઈચ્છા તેના પૌત્રએ કરી પૂર્ણ
- મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ દાદીની પ્રશંસા કરી
દેવાસ, મધ્યપ્રદેશ : કોઈ પણ કામ શીખવા માટે કોઈ વય મર્યાદા નથી હોતી, આ વસ્તુ દેવાસની 90 વર્ષીય રેશમ બાઇ પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે. દેવાસના બિલાવલી ગામે રહેતા રેશમ બાઈ જાણે કોઈ અનુભવી ડ્રાઈવર કાર ચલાવી રહ્યા હોય તેમ કાર ચલાવે છે. કાર શીખવાનો જુસ્સો તેના પર એવો સવાર થઈ ગયો હતો કે માત્ર ત્રણ મહિનામાં તેણે ડ્રાઈવિંગ શીખી લીધું હતું. તેના ડ્રાઈવિંગનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પણ લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરીને 90 વર્ષની વૃદ્ધ દાદીની પ્રશંસા કરી છે.
ત્રણ મહિનામાં ડ્રાઇવિંગ શીખ્યું
પોતાની પૌત્રીને કાર ચલાવતા જોઈને રેશમ બાઈએ પણ પુત્રોને કાર ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન ઘણી વખત તેના પુત્રોએ સમજાવ્યું કે કાર ચલાવશો નહીં, પરંતુ રેશમબાઈ માન્યા નહીં. આ બાદ, તેના નાના દિકરા સુરેશે ઉંમરના આ તબક્કે પણ તેની માતાની આ ઇચ્છા પૂરી કરી છે, અને તેને મારુતિ 800 કાર ચલાવવાનું શીખવ્યું. રેશમ બાઇએ હવે લાઇસન્સ માટે પણ અરજી કરી છે.
એન્ડ્રોઇડ ફોન અને ગેજેટ્સના પણ છે શોખીન