ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ram Mandir: મહંતોની હાજરીમાં કરાઇ દેવ શિલાની પૂજા, નેપાળથી લાવવામાં આવ્યા ખડક - Ayodhya News

અયોધ્યામાં આવેલી ગુરૂવારે એક મોટો અવસર ઉજવાયો છે. ગુરુવારે સવારે અયોધ્યામાં દેવ શિલાની પૂજા કરવામાં (Ayodhya News) આવી છે.આ માટે 100 મહંતોને બોલાવવામાં આવ્યા હતા. પૂજા બાદ પથ્થર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવ્યા છે. Devshila Yatra enters India thousands of devotees welcome

Ayodhya News: મહંતોની હાજરીમાં કરાઇ દેવ શિલાની પૂજા, સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત તૈનાત
Ayodhya News: મહંતોની હાજરીમાં કરાઇ દેવ શિલાની પૂજા, સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત તૈનાત

By

Published : Feb 2, 2023, 11:00 AM IST

Updated : Feb 2, 2023, 12:50 PM IST

અયોધ્યાઃ રામનગરીમાં સવારે 10 વાગ્યે દેવ શિલાની પૂજા કરવામાં આવી છે. આ પછી પથ્થરો રામ મંદિરના મહંતોને સોંપવામાં આવી છે. રામજન્મભૂમિ સંકુલમાં પથ્થરો રાખવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ 100 મહંતોને પૂજામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

મૂર્તિ તૈયાર થશેઃ આ ખડકમાંથી રામ મંદિરની મૂર્તિઓ બનાવવામાં આવશે. ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા, મેયર ઋષિકેશ ઉપાધ્યાય આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ રામસેવકપુરમ ખાતે પથ્થરો મૂક્યા હતા. સુરક્ષા માટે બહાર PAC અને પોલીસ ફોર્સ તૈનાત રાખવામાં આવી હતી.

Ram Mandir: મહંતોની હાજરીમાં કરાઇ દેવ શિલાની પૂજા, નેપાળથી લાવવામાં આવ્યા ખડક

શું છે આ પથ્થરોની વિશેષતા:આ ખડક 60 મિલિયન વર્ષ જૂના હોવાની માહિતી મળી છે. નેપાળમાં આવેલા મુસ્તાંગ જિલ્લામાં શાલિગ્રામ અથવા મુક્તિનાથ નદીમાંથી 60 મિલિયન વર્ષ જૂના ખાસ ખડકોમાંથી મળેલા પથ્થરના બે મોટા ટુકડા નેપાળમાંથી લાવવામાં આવ્યા છે. આ પથ્થરનું વજન 26 ટન છે, બીજાનું 14 ટન છે.

Ram Mandir: મહંતોની હાજરીમાં કરાઇ દેવ શિલાની પૂજા, નેપાળથી લાવવામાં આવ્યા ખડક

દર્શનનો લાભઃ હાલ જે જાણકારી છે તે અનૂસાર આ પથ્થર પર કોતરેલી ભગવાન રામની બાળ સ્વરૂપની મૂર્તિને રામ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે, જે આવતા વર્ષે જાન્યુઆરીમાં મકરસંક્રાંતિ સુધીમાં તૈયાર થઈ જશે જે બાદ ભક્તો દર્શન કરી શકશે.

ખડક લાવવાનો પ્રયાસ:રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિંદુ પરિષદ એક વર્ષથી આ ખડક લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક ખડકનું વજન 26 ટન છે. તે જ સમયે, બીજા ખડકનું વજન 14 ટન છે. એવું માનવામાં આવે છે કે આ ખડક 60 મિલિયન વર્ષ જૂના છે અને નેપાળથી લાવવામાં આવ્યા છે.

Ram Mandir: મહંતોની હાજરીમાં કરાઇ દેવ શિલાની પૂજા, નેપાળથી લાવવામાં આવ્યા ખડક

તૈયારી શરૂ:ગર્ભગૃહની ઉપર પહેલા માળે બનાવવામાં આવનાર દરબારમાં શ્રીરામની મૂર્તિ બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સાથે જ આ શિલાઓમાંથી લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓ પણ બનાવવામાં આવશે. અત્યારે શ્રીરામ સહિત ચારેય ભાઈઓ ગર્ભગૃહમાં બાળ સ્વરૂપમાં બિરાજમાન છે.

મહંતોની હાજરીમાં કરાઇ દેવ શિલાની પૂજા

મોટુ રૂપ જોવા મળશેઃ આ મૂર્તિઓ નાની હોવાને કારણે ભક્તો તેમના ઈષ્ટદેવના દર્શન કરી શકતા નથી. આવી સ્થિતિમાં, કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રતિમાઓનું એક મોટું સ્વરૂપ બનાવવામાં આવશે. જો કે આ અંગે હજુ ચર્ચા ચાલી રહી છે. મંદિર પ્રશાસન દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

Last Updated : Feb 2, 2023, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details