ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહાકુંભના પ્રથમ શાહી સ્નાન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત - સોમવતી અમવાસ સ્નાનનું મહત્વ

મહાકુંભના પ્રથમ સત્તાવાર શાહી સ્નાન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી.

મહાકુંભના પ્રથમ સત્તાવાર શાહી
મહાકુંભના પ્રથમ સત્તાવાર શાહી

By

Published : Apr 12, 2021, 9:10 AM IST

Updated : Apr 12, 2021, 1:23 PM IST

  • મહા કુંભમાં દેશ-વિદેશથી ભક્તોનો મેળાવડો
  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધર્મનગરી હરિદ્વારમાં ઉપસ્થિત
  • મહાશિવરાત્રી પછી મહાકુંભનું આ બીજું શાહી સ્નાન

હરિદ્વાર (ઉત્તરાખંડ) :મહા કુંભમાં દેશ-વિદેશથી ભક્તોનો મેળાવડો લાગે છે. ગંગાના પવિત્ર કાંઠે હરિદ્વાર મહાકુંભમાં પવિત્ર આસ્થાની ડૂબકી લગાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધર્મનગરી હરિદ્વારમાં ઉપસ્થિત રહ્યા છે. હરિદ્વારમાં શાહી સ્નાન એક અદ્ભુત રંગ છે. મહાશિવરાત્રી પછી મહાકુંભનું આ બીજું શાહી સ્નાન છે.

મહાકુંભના પ્રથમ સત્તાવાર શાહી

હરિદ્વાર મહાકુંભનું આ પ્રથમ સ્નાન

હરિદ્વાર મહાકુંભનું આ પ્રથમ સ્નાન હશે. જેમાં તમામ 13 અખાડાનો સમાવેશ કરવામાં આવશે. 11 માર્ચે મહાશિવરાત્રીના સ્નાન સમયે માત્ર સાત સંન્યાસી અખાડાઓએ સ્નાન કર્યુ હતું. મેલા પોલીસે આ માટે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. આ સાથે જ શાહી સ્નાન માટે અખાડા અને મહામંડલેશ્વરની શાહી સરઘસનો માર્ગ પણ બદલવામાં આવ્યો છે. શાહી શોભાયાત્રા અપર રોડની બદલે હાઈવે થી મેલા ભવન (CCR) તરફ પહોંચશે.

હરકી પૈડીનો વિસ્તાર સંતોના સ્નાન માટે અનામત રહેશે

12 અને 14 એપ્રિલના શાહી સ્નાન પર સામાન્ય શ્રદ્ધાળુઓ હરકી પૈડીના ઘાટ પર બોલાવી શકશે નહિ. હરકી પૈડીનો વિસ્તાર સંતોના સ્નાન માટે અનામત રહેશે. ત્યાં કોઈ સામાન્ય માણસ સ્નાન કરી શકશે નહિ. બહારના રાજ્યોથી આવતા ભક્તો પાર્કિંગ સ્પોટ પાસેના ઘાટ પર સ્નાન કરી શકશે.

આ પણ વાંચો : પરી અખાડાના પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ હરિદ્વાર મહાકુંભ તંત્ર સામે કર્યા આક્ષેપ

પ્રથમ શોભાયાત્રા શ્રીપંચાયતી અખાડા નિરંજનીથી નીકળશે

મેલા પ્રસાશમ પ્રમાણે સોમવતી અમાવસ પર શાહી સ્નાન માટે પ્રથમ શોભાયાત્રા શ્રીપંચાયતી અખાડા નિરંજનીથી નીકળશે. આનંદ અખાડાના પણ તેની સાથે રહેશે. નિરંજની પછી શ્રીપંચદાશનામ જુના અખાડામાં સ્નાન કરશે. જુના સાથે અગ્નિ અને આહ્વાન અખાડાની ઉપરાંત કિન્નર અખાડા પણ પહોંચશે. આગળના ક્રમમાં મહાનિર્વાણી અખાડા સ્નાન કરશે અને તેની સાથે અટલ અખાડા પણ હશે. જે પછી ત્રણેય બૈરાગી અણિયાં હરકી પૈડી પહોંચશે. તેમના 18 અખાડાઓ અને લગભગ 1,200 ખાલસે શોભાયાત્રામાં સામેલ થશે. બૈરાગીઓ પછી બંન્ને ઉદાસીન મેદાન મોટી અને નવી શોભાયાત્રા નીકળશે અને છેવટે નિર્મલ એરેના સ્નાન માટે પહોંચશે.

મહાકુંભના પ્રથમ સત્તાવાર શાહી

સ્નાન મોડી રાત સુધી ચાલે તેવી સંભાવના

મહાશિવરાત્રીના સ્નાન સમયે અખાડા અને તેમના સાધુ-સંતોની સંખ્યા ઓછી હતી. પરંતુ આ વખતે સંખ્યા વધી ગઇ છે. આ અર્થમાં સ્નાન મોડી રાત સુધી ચાલે તેવી સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને મેલા પોલીસ સમય નક્કી કરવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : ગુરુવારથી હરિદ્વાર મહાકુંભનો પ્રારંભ થયો

સોમવતી અમાવસ પર સ્નાન કરવાથી 12 ગણા વધુ ફળ મળે

સોમવતી અમાવસનું શાહી સ્નાન છે. સોમવતી અમાવસે પિતૃ કાર્યોની સાથે ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની ઉપાસના માટે સોમાવતી અમાવસ મહત્વપૂર્ણ છે. સોમવતી અમાવસ પર સ્નાન કરવાથી 12 ગણા વધુ ફળ મળે છે.

સોમવતી અમાવાસ પર સ્નાન અને દાન કરવાથી બધા પાપ દૂર થાય

સોમવતી અમાવાસ પર સ્નાન અને દાન કરવાથી બધા પાપ દૂર થાય છે. તેની સાથે પુષ્કળ લક્ષ્મી પ્રદાન કરે છે. 12 એપ્રિલે આ યુગનો અંતિમ દિવસ છે. આ દિવસે અમાવસના કુંભ વર્ષોમાં સોમવતી જોવા મળી નથી. આ દિવસે કરાયેલું દાન, પીપળનું પરિભ્રમણ, લક્ષ્મી આપે છે. આ દિવસે કુંભ લગ્નમાં સ્નાન 12 વખત થશે અને કુંભ લગ્ન સવારે ચાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી થશે. રાત્રે 12થી 12.45 સુધી સ્નાન પણ લઈ શકાય છે.

72 કલાક પહેલા RTPCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી

30 એપ્રિલ સુધી ચાલતા મહાકુંભમાં ગંગા સ્નાન કરતા ભક્તોએ કોવિડ -19નો 72 કલાક પહેલા RTPCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે. કોરોના રોગચાળાને કારણે શાસન હવે કડક છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

કુંભ મેળાનો ઇતિહાસ 850 વર્ષ જૂનો

ઇતિહાસમાં કુંભ મેળો ક્યારે શરૂ થયો, કોઈ પણ ગ્રંથમાં કોઇ અધિકૃત માહિતી નથી. કુંભ મેળાનો ઇતિહાસ ઓછામાં ઓછો 850 વર્ષ જૂનો છે. એવું માનવામાં આવે છે કે, આદિ શંકરાચાર્યએ તેની શરૂઆત કરી હતી. પરંતુ કેટલીક દંતકથાઓ અનુસાર કુંભની શરૂઆતથી સમુદ્ર મંથનથી જ શરૂ થઇ હતી. પરંતુ તેના વિશેનું પ્રારંભિક વર્ણન સમ્રાટ હર્ષવર્ધનના સમયનું છે. જે ચીનના પ્રખ્યાત યાત્રાળુ હ્યુએન સાંગે કર્યું હતું.

સાધુ-સંતો તેમની શક્તિ અને વૈભવ દર્શાવે

મહાનિર્વાણી અખાડા સચિવ મહંત રવિન્દ્ર પુરી મહારાજે જણાવ્યું હતું કે, શાહી સ્નાન પ્રસંગે વિવિધ અખાડોના સાધુ-સંત સોના-ચાંદીની પાલખીઓ, હાથી અને ઘોડા પર બેસીને સ્નાન કરવા પહોંચે છે. બધા તેમની શક્તિ અને વૈભવ દર્શાવે છે. તેને રાજયોગ સ્નાન પણ કહેવામાં આવે છે, જેમાં સાધુઓ અને તેમના અનુયાયીઓ નિયત સમયે પવિત્ર નદીમાં ડૂબકી લગાવી છે. એવું માનવામાં આવે છે કે, શુભ સમયમાં ડૂબકી લગાવાથી વ્યક્તિને અમરત્વનો આશીર્વાદ મળે છે. આ જ કારણ છે કે, તે કુંભ મેળાનો મહત્વપૂર્ણ ભાગ છે અને તે હેડલાઇન્સમાં રહે છે. શાહી સ્નાન કર્યા પછી જ લોકોને નદીમાં ડૂબકી લગાવવાની છૂટ મળે છે.

બોલચાલ અને નહાવાનો ક્રમ અખાડાઓમાં પરસ્પર લોહિયાળ સંઘર્ષનું કારણ

મહાનિર્વાણી અખાડાના સચિવ મહંત રવિન્દ્ર પુરી મહારાજના જણાવ્યા અનુસાર, શાહી સ્નાનમાં એક નાનકડી બોલચાલ અને નહાવાનો ક્રમ અખાડાઓમાં પરસ્પર લોહિયાળ સંઘર્ષનું કારણ છે. વર્ષ 1310ના હરિદ્વાર મહાકુંભમાં મહાનિર્વાણી અખાડા અને રામાનંદ વૈષ્ણવો વચ્ચેના ઝઘડાએ લોહિયાળ સંઘર્ષનું સ્વરૂપ લીધું હતું. 1398ની અડધી સદીમાં તૈમૂર લંગે પણ ખળભળાટ મચાવી દીધો હતો. 1760માં શિવ સંન્યાસીઓ અને વૈષ્ણવ બૈરાગિયો વચ્ચે સંઘર્ષ થયો હતો. 1796ના કુંભમાં શિવ સંન્યાસી અને નિર્મલ સંપ્રદાય એક સાથે થયા હતા. 1927 અને 1986માં ભીડ અકસ્માતનું કારણ બની હતી. 1998માં હરકી પૈડી ખાતે અખાડાઓ વચ્ચે સંઘર્ષ થયો હતો.

Last Updated : Apr 12, 2021, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details