મુંબઈ -મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis on Bilkis Bano case) મંગળવારે જણાવ્યું હતું કે, બિલ્કીસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ ગુનાના આરોપી વ્યક્તિને "સન્માનિત" કરવામાં આવે તો તે ખોટું છે. ભંડારા જિલ્લામાં એક 35 વર્ષીય મહિલા પર 3 લોકો દ્વારા કથિત રીતે જાતીય હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટના પર વિધાન પરિષદમાં ચર્ચાનો જવાબ આપતા, ફડણવીસે કહ્યું કે, બિલકિસ બાનો મુદ્દો ગૃહમાં ઉઠાવવાનું કોઈ કારણ નથી.
ફડણવીસે કહ્યું,"જે આરોપીઓને 14-20 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી, તેઓને સુપ્રીમ કોર્ટના આદેશ (Bilkis bano case supreme court) બાદ મુક્ત કરવામાં આવ્યા, પરંતુ આરોપીઓને મુક્ત કર્યા પછી તેમનું સ્વાગત કરવું ખોટું છે. આરોપી આરોપી છે. કોઈએ તેમને સમર્થન ન આપવું જોઈએ." "ગુજરાતના 2002ના બિલ્કીસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટના આદેશને પગલે મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ જો કોઈ ગુનાના આરોપી વ્યક્તિને "સન્માનિત" કરવામાં આવે તો તે ખોટું છે અને આવા કૃત્ય માટે કોઈ યોગ્યતા હોઈ શકે નહીં," તેમણે ઉમેર્યું.
આ પણ વાંચોઃઅમિતાભ બચ્ચનનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો