- કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેવેન્દ્ર ફડણવીસ પર કર્યા આક્ષેપ
- દેવેન્દ્ર ફડણવીસ પર રેમડેસીવીર ઈન્જેક્શન ભેગા કરવાનો પ્રિયંકા ગાંધીનો આક્ષેપ
- પોલીસે મહારાષ્ટ્રમાં એક ફાર્મા કંપનીના નિર્દેશકની પૂછપરછ કરી હતી
નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહારાષ્ટ્રમાં એક ફાર્મા કંપનીના નિર્દેશક સાથે પૂછપરછ સાથે જોડાયેલા વિવાદની પૃષ્ઠભૂમિમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભાજપના નેતા દ્વારા કરવામાં આવતી રેમડેસીવીરની જમાખોરીએ માનવતા વિરુદ્ધ એક ગુનો છે.
આ પણ વાંચોઃધોળકામાં કોંગ્રેસ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન માટે પ્રાંત અધિકારીને આપ્યું આવેદન પત્ર
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ રેમડેસીવીરની જમાખોરી કરી રહ્યા છે તે માનવતા વિરુદ્ધ ગુનો છેઃ પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવે ફડણવીસના રાજ્યના એક પોલીસ સ્ટેશન પહોંચવા સાથે જોડાયેલા એક વીડિયો અંગે ટ્વિટ કર્યું હતું કે, જ્યારે દેશના દરેક રાજ્યોમાંથી લોકો રેમડેસીવીર ઉપલબ્ધ કરાવવાની માગ કરી રહ્યા છે અને તમામ લોકો જીવ બચાવવા માટે રેમડેસીવીર મેળવી રહ્યા છે. તે સમયે જવાબદાર પદ પર રહી ચૂકેલા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ રેમડેસીવીરની જમાખોરી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃકોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર, રેમડેસીવીરના ભાવ ઘટ્યા
રેમડેસીવીર વિદેશ મોકલવાની પોલીસને સૂચના મળી હતી
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના સંક્રમણની સારવારમાં મહત્વપૂર્ણ માનવામાં આવતા રેમડેસીવીરના ઈન્જેક્શનની હજારો શિશિઓ દેશથી બહાર મોકલવાની તૈયારીના સમાચાર મળતા મુંબઈ પોલીસે એક ફાર્મા કંપનીના નિર્દેશકની પૂછપરછ કરી હતી. પોલીસે રવિવારે કહ્યું હતું કે, રેમડેસીવીરની નિકાસ પર પ્રતિબંધ છે, પરંતુ સૂચના મળી હતી કે, રેમડેસીવીરનો જથ્થો વિમાનના માધ્યમથી વિદેશ મોકલવામાં આવવાની છે. પોલીસે શનિવારે રાત્રે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ આધારિત બ્રુક ફાર્મા કંપનીના નિર્દેશક રાજેશ ડોકાનિયાની પૂછપરછ કરી હતી. તેમની કંપની રેમડેસીવીરનું ઉત્પાદન કરી રહી છે.