નવી દિલ્હી: જ્યાં એક તરફ રાજધાનીમાં વરસાદ પછી પણ પ્રદૂષણ 'ખરાબ' શ્રેણીમાં છે, તો બીજી તરફ રવિવારે દિવાળીના દિવસે લોકોએ પ્રદૂષણની ચિંતા કર્યા વગર જબરદસ્ત રીતે ફટાકડા ફોડ્યા હતાં. દિલ્હી સરકારે લોકોને દિવાળી પર ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી, પરંતુ રવિવારે તમામ નીતિ-નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો.
Diwali 2023: દિલ્હીમાં પ્રતિબંધ હોવા છતાં ધોમ ફટકડા ફૂટ્યાં, વિઝિબિલિટી 100 મીટરથી થઈ ઓછી, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓની પરેશાની - દિવાળી 2023
દિલ્હીમાં પ્રતિબંધ હોવા છતાં દિવાળી પર લોકોએ ઘોમ ફટાકડા ફોડ્યા હતાં, જેના કારણે વિઝિબિલિટી પર ખૂબ જ ખરાબ અસર જોવા મળી રહી છે. સ્થિતિ એવી બની કે, જેના કારણે વિઝિબિલિટી પણ ઘણી ઘટી ગઈ હતી અને 100 મીટરથી આગળ જોવું મુશ્કેલ બન્યું હતું
Published : Nov 13, 2023, 7:50 AM IST
વિઝિબિલિટી 100 મીટરથી ઓછીઃ દિવાળીની રાતે ફટાકડા ફુટવાના કારણે સર્જાયેલા પ્રદુષણના પગલે ઘણા વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જ્યારે આતશબાજીના કારણે આકાશમાં ધુમાડો-ધુમાડો જોવા મળ્યો હતો. જેના કારણે વિઝિબિલિટી પણ ઘણી ઘટી ગઈ હતી અને 100 મીટરથી આગળ જોવું મુશ્કેલ બન્યું હતું. તે જ સમયે, સવાલ એ છે કે પ્રતિબંધ હોવા છતાં ફટાકડાનું વેચાણ કેવી રીતે થયું કારણ કે દિલ્હીના પર્યાવરણ મંત્રીએ કહ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધ હોવાતી કોઈ પ્રદૂષણ થશે નહીં.
પ્રતિબંધ છતાં ફટાકડાનું ધોમ વેચાણઃ હવે આ ફટાકડાની અસર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પર જોવા મળશે જે વરસાદ પછી 'ગંભીર' થી 'ખરાબ' શ્રેણીમાં આવી ગયો હતો, જેનાથી લોકોને પ્રદૂષણથી થોડી રાહત મળી હતી. નોંધનીય છે કે પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં પહોંચ્યા બાદ દિલ્હી સરકાર પણ કૃત્રિમ વરસાદના વિકલ્પ વિશે વિચારી રહી હતી. જેમાં 20-21 નવેમ્બર સુધી IIT કાનપુરની મદદથી કૃત્રિમ વરસાદ કરાવીને પ્રદૂષણ ઘટાડવાનું હતું. જો ફટાકડાના વેચાણની વાત કરીએ તો આટલી કડકાઈ છતાં ફટાકડાનું આટલું ઉંચુ વેચાણ સરકાર અને વહીવટીતંત્રની નિષ્ફળતા દર્શાવે છે.