ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારઃ નીતીશ કુમારની સરકારે સુકાન સંભાળતાં પ્રધાનોને ખાતાંઓની ફાળવણી કરી - ઉપમુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદ

બિહારમાં સાતમીવાર શાસન સંભાળતાં મુખ્યપ્રધાન નીતીશકુમારે આજે પ્રધાનોને ખાતાંઓની ફાળવણી પણ કરી દીધી છે. સીએમ નીતીશકુમારે પોતે સામાન્ય વહીવટ, પ્રધાન મંડળ, વિજિલન્સ, ચૂંટણી અને અન્ય એ બધાં ખાતાં જે કોઇ પ્રધાનને ફાળવવામાં આવ્યાં નથી તે પોતાની પાસે રાખ્યાં છે.

બિહારઃ નીતીશકુમારની સરકારે સુકાન સંભાળતાં પ્રધાનોને  ખાતાંઓની ફાળવણી કરી
બિહારઃ નીતીશકુમારની સરકારે સુકાન સંભાળતાં પ્રધાનોને ખાતાંઓની ફાળવણી કરી

By

Published : Nov 17, 2020, 7:37 PM IST

પટના:નીતીશ સરકારના નવા પ્રધાનમંડળના ગઠન બાદ પ્રધાનપદના શપથ ગ્રહણ કરનારાં તમામ પ્રધાન વચ્ચે ખાતાંઓની ફાળવણી કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ભાજપે નીતીશકુમાર સમક્ષ ગૃહખાતાંની માગણી કરી હતી પરંતુ નીતીશે હાલમાં તો આ ખાતું પોતાની પાસે જ રાખ્યું છે.

સીએમ નીતીશકુમારે સામાન્ય વહીવટ, વિજિલન્સ, ચૂંટણી અને અન્ય તમામ ખાતાંઓ જેની ફાળવણી કરવામાં આવી નથી તે પોતાની પાસે રાખ્યાં છે.

જ્યારે ઉપમુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદને જે ખાતાં ફાળવ્યાં છે તેમાં નાણાંવિભાગ, પર્યાવરણ અને જંગલ, વાણિજ્યિક કર, સૂચના પ્રૌદ્યોગિકી, આપદા પ્રબંધન અને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવ્યાં છે.

ઉપમુખ્યપ્રધાન રેણૂદેવીને પંચાયતી રાજ, પછાત વર્ગ ઉત્થાન અને ઈબીસી કલ્યાણ તેમ જ ઉદ્યોગ મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે.

વિજય ચૌધરીને ગ્રામીણ અભિયંત્રણ વિભાગ, શાસક વિકાસ વિભાગ, જળસંશાધન, સૂચના અને પ્રસારણ અને સંસદીય કાર્યમંત્રાલય વિભાગ આપવામાં આવ્યાં છે. બિજેન્દ્ર યાદવને ઊર્જા, નિષેધ, યોજના, ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલય અપાયાં છે. તો મેેવાલાલ ચૌધરીને શિક્ષણ વિભાગ સોંપવામાં આવ્યો છે,

આ ઉપરાંત અન્ય પ્રધાનોની ખાતાં ફાળવણીની યાદી

1- શીલા કુમારી- પરિવહન

2-સંતોષ માંઝી- લઘુ સિંચાઈ, એસસી-એસટી કલ્યાણ

3-મુકેશ સહની-પશુપાલન અને મત્સ્યપાલન

4-મંગલ પાંડે- સ્વાસ્થ્ય, સડક, કળા અને સંસ્કૃતિ

5- અમરેન્દ્રસિંહ- કૃષિ, કોઓપરેટિવ અને શેરડી

6-રામ પ્રીત મંડલ- પીએચઇડી

7-જીવેશકુમાર- પર્યટન, શ્રમ અને ખનન વિભાગ

8-રામ સુરત- મહેસૂલ અને કાયદા વિભાગ

ABOUT THE AUTHOR

...view details