ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Dengue Cases Hike in Bihar : બિહારમાં ડેન્ગ્યુની સ્થિતિ ગંભીર બની, 24 કલાકમાં 363 નવા કેસો - ચોમાસાની ઋતુ

ચોમાસાની ઋતુને લઇ બિહારમાં પણ ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. બિહારમાં ડેન્ગ્યુની સ્થિતિ ગંભીર બનતાં છેલ્લા 24 કલાકમાં બિહારમાં 363 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યનો આરોગ્યવિભાગ ડેન્ગ્યુના કેસો પર કાબૂ રાખવા મથી રહ્યો છે.

Dengue Cases Hike in Bihar : બિહારમાં ડેન્ગ્યુની સ્થિતિ ગંભીર બની, 24 કલાકમાં 363 નવા કેસો
Dengue Cases Hike in Bihar : બિહારમાં ડેન્ગ્યુની સ્થિતિ ગંભીર બની, 24 કલાકમાં 363 નવા કેસો

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 1:56 PM IST

પટના : બિહારમાં ડેન્ગ્યુની સ્થિતિ ગંભીર બની રહી છે. ડેન્ગ્યુના નવા કેસ 300ને પાર કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સતત બીજા દિવસે ફરી એકવાર ડેન્ગ્યુના 300થી વધુ નવા કેસ નોંધાવા સાથે. કુલ 363 નવા કેસ નોંધાયા છે. આ આંકડો આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ છે. એકલા પટનામાં 109 નવા કેસ મળી આવ્યા છે.

પટનામાં ડેન્ગ્યુના કેસ 1000ને પાર : હવે પટનામાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 1000ને વટાવીને 1025 થઈ ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 3462 કેસ નોંધાયા છે. સપ્ટેમ્બર મહિનામાં જ ડેન્ગ્યુના કેસોની સંખ્યા 3187 થઈ ગઈ છે. ભાગલપુરમાં પણ ડેન્ગ્યુની આ જ અસર છે. ભાગલપુરમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યના સિવાન, જમુઈ, ઔરંગાબાદ, સારણ, મુંગેર જેવા તમામ જિલ્લાઓમાં ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે.

283 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર : બિહારની 12 સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કુલ 283 દાખલ દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યની વિવિધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ફક્ત ભાગલપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 132 દર્દીઓ દાખલ છે. પટનાની ચાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કુલ 60 દર્દીઓની સારવાર ચાલી રહી છે. પીએમસીએચમાં 16, આઈજીઆઈએમએસમાં 16, એઇમ્સમાં 18 અને એનએમસીએચમાં 10 દર્દીઓ દાખલ કરવામાં આવ્યાં છે.

તબીબોની અપીલ: ડેન્ગ્યુના વધતા કેસોને જોતાં તબીબો લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી રહ્યા છે. બિહાર આરોગ્ય વિભાગ અને શહેરી વિકાસ વિભાગ સંયુક્ત રીતે ડેન્ગ્યુ પ્રભાવિત વિસ્તારોમાં ફોગીંગ અને એન્ટી લાર્વા છંટકાવ પર વિશેષ ભાર આપી રહ્યા છે. પટનામાં ડેન્ગ્યુના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ડૉક્ટર ડૉ. મનોજકુમાર સિન્હાએે અપીલ કરી છે કે તેઓ ડેન્ગ્યુથી બચવા માટે ઘરની નજીક ક્યાંય પણ પાણી જમા ન થવા દે.

ઘરની આસપાસ ક્યાંય પાણી એકઠું થવા ન દો. ડેન્ગ્યુ ડિહાઇડ્રેશનનું કારણ બને છે, તેથી તમારા શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ પીવો. જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે આખી બાંયના કપડાં પહેરો. સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. અત્યારે 15 દિવસ ડેન્ગ્યુને લઈને ખૂબ જ સંવેદનશીલ છે અને 15 દિવસ પછી ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળશે....ડૉ. મનોજકુમાર સિંહા

પ્લેટલેટનો પુરતો જથ્થો રિઝર્વમાં રાખવા નિર્દેશ : વરિષ્ઠ ડૉક્ટર મનોજ સિન્હાએ વધુમાં જણાવ્યું હતું કે ડેન્ગ્યુના લગભગ 98 ટકા કેસ સામાન્ય પેરાસિટામોલ અને સાવચેતીથી સાજા થઈ રહ્યા છે. જ્યારે 2 ટકા કેસમાં દર્દીઓને હોસ્પિટલમાં જવું પડે છે. ડેન્ગ્યુના દર્દીઓએ ગભરાવું નહીં અને આરામ કરવો જરૂરી છે, તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે. આ સાથે ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગે તમામ બ્લડ બેંકોમાં પ્લેટલેટનો પુરતો જથ્થો રિઝર્વમાં રાખવા પણ નિર્દેશ આપ્યો છે.

ડેન્ગ્યુ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે: રાજધાની પટનામાં ડેન્ગ્યુના કેસોમાં વધારાને કારણે સ્ટેટ ડેન્ગ્યુ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. જે દર્દીઓની મદદ માટે 24 કલાક ઉપલબ્ધ છે. આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ કંટ્રોલ રૂમનો હેલ્પલાઈન નંબર 0612-2951964 જાહેર કરવામાં આવ્યો છે. અહીં ફોન કરીને લોકો હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ અને બ્લડ બેંકમાં પ્લેટલેટ્સની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી શકે છે.

  1. Dengue cases surge : સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુ કેસમાં ઉછાળો, 10 દિવસમાં અમદાવાદમાં 218 કેસ
  2. Bhavnagar News : સિહોરમાં ડેન્ગ્યુથી આઠ વર્ષની બાળકીના મોતનું જવાબદાર કોણ ?
  3. Surat Health News : સુરતમાં રોગચાળો ફાટ્યો, સિવિલ હોસ્પિટલમાં એક્સ્ટ્રા બેડ મૂકવા પડ્યા

ABOUT THE AUTHOR

...view details