અમદાવાદ:કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ધીરજ સાહુ પાસે મળેલી રોકડ 200 કરોડની સંપત્તિ મુદ્દે ભ્રષ્ટાચાર વિરોધમા ભાજપના કાર્યકરોએરાજ્યવ્યાપી પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે બુધવારથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના 10 સ્થળો પર દરોડા પાડીને અત્યાર સુધીમાં 200 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી છે.
અમદાવાદમાં સાંસદો, ધારાસભ્યો અને મેયર દ્વારા દેખાવો અમદાવાદમાં સાંસદો, ધારાસભ્યો અને મેયર દ્વારા દેખાવો:અમદાવાદમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો અને મેયર સહિત ભાજપ કાર્યકર્તાઓ દ્વારા દેખાવો યોજાયા હતાં. કોંગ્રેસ અને ભ્રષ્ટાચારને લઈને ભાજપ હોદ્દેદારોએ સૂત્રોચ્ચાર કર્યાં હતાં અને ભ્રષ્ટાચારીઓને કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમના ઓડિશામાં સંબંધીઓ અને નજીકના સહયોગીઓની દારૂની કંપનીઓ પર આવકવેરાના દરોડા દરમિયાન 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરવામાં આવી છે. ઓડિશાના બાલાંગિરમાં બલદેવ સાહુ અને ગ્રૂપ ઓફ કંપનીઝની ઓફિસમાંથી રૂ. 150 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે અને સંબલપુરની કોર્પોરેટ ઓફિસમાંથી પણ રૂ. 150 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે.
નડીયાદ ખાતે ભાજપ દ્વારા ધરણા નડીયાદ ખાતે ભાજપ દ્વારા ધરણા:ઝારખંડમાં કોંગ્રેસી નેતા અને રાજ્યસભાના સાસંદ ધીરજ સાહુના ઘર સહિત 5 સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. આ દરોડા દરમ્યાન રૂપિયા 200 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. જે મામલે નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા હતા. કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલા આ ભ્રષ્ટાચારના વિરોધમાં આ દેખાવો કરવામાં આવ્યા હતા. નડિયાદ શહેરમાં સરદારની પ્રતિમા પાસે સ્ટેશન રોડ ખાતે શનિવારે બપોરે આ ધરણા-દેખાવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ હાજર રહ્યા હતા.
લુણાવાડામાં ભાજપ દ્વારા પ્લે કાર્ડ-બેનરો સાથે વિરોધ પ્રદર્શન લુણાવાડામાં ભાજપ દ્વારા પ્લે કાર્ડ-બેનરો સાથે વિરોધ પ્રદર્શન: મહીસાગર જિલ્લા ભાજપા અધ્યક્ષ દશરથભાઈ બારિયાની ઉપસ્થિતિમાં લુણેશ્વર ચાર રસ્તા ખાતે કોંગ્રેસના ઝારખંડના સાંસદ ધીરજ શાહુ પાસેથી પકડાયેલ 300 કરોડથી વધુ ભ્રષ્ટાચારની રકમના સંદર્ભમાં પ્લે કાર્ડ અને બેનરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ તેમજ જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ ભાજપે વિરોધ નોંધાવ્યો પાટણ ભાજપે વિરોધ નોંધાવ્યો:ઝારખંડના કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ ધીરજ શાહુના ભ્રષ્ટાચાર મુદ્દે આજે પાટણ જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાટણના બગવાડા દરવાજાએ પાટણ ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચારો પોકારી દેખાવો કર્યા હતાં. પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓને છાવરે છે. કોંગ્રેસ અને તેના ગઠબંધનના મોટાભાગના નેતાઓ આજે જેલના સળિયા પાછળ છે. કોંગ્રેસે ધીરજ શાહુને બે વાર લોકસભાના ઉમેદવાર અને ત્રણ ટર્મથી રાજ્યસભાના સભ્ય બનાવ્યા છે તેનું કારણ શું છે? તેનો જવાબ કોંગ્રેસે આપવો પડશે. દેશમાંથી જેણે જેણે ભ્રષ્ટાચારરૂપી પૈસાઓ લીધા છે તેઓ પાસેથી પૈસા કઢાવી આ રૂપિયા દેશના હિતમાં વાપરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરંટી લીધી છે.
- કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભ્રષ્ટાચાર સામે પાટણ ભાજપે વિરોધ નોંધાવ્યો
- 9થી 11 ડિસેમ્બર વિકસિત ભારત સંકલ્પ યાત્રા, સરકારની ફલેગશીપ યોજનાઓની માહિતી આપવા કયા વિસ્તારમાં કોણ જશે જૂઓ