ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Demand of Jharkhand Rices in Africa: આફ્રિકી દેશોમાં ઝારખંડના ચોખાની પસંદગીમાં થયો વધારો, મળી રહ્યા છે મોટા ઓર્ડર - Jharkhand Farmers get large orders for rice

ઝારખંડમાં ઉત્પન્ન થયેલા ડાંગરથી બનેલા ચોખા વિદેશોમાં અને ખાસ કરીને આફ્રિકી દેશોમાં ઘણા પસંદ કરવામાં આવી (Demand of Jharkhand Rices in Africa) રહ્યા છે. છેલ્લા 3-4 વર્ષોમાં હજારીબાગ ચોખાની મોટી માર્કેટિંગ યાર્ડ (Hazaribagh Large Marketing Yard Rice) તરીકે ઊભરી આવી છે. ચોખાના વધતા વેપારને જોતા હજારો ખેડૂતોએ કૃષિ મંત્રાલયના પોર્ટલ પર ઈ-નામ પર પોતાનું રજિસ્ટ્રેશન (Ministry of Agriculture eNam Portal) કરાવ્યું છે. ઈ-નામના માધ્યમથી પાકની ખરીદી ખેડૂતોને સૌથી મોટો ફાયદો એ થાય છે કે, તેમને કિંમતની ચૂકવણી તરત જ થઈ જાય છે.

Demand of Jharkhand Rices in Africa: આફ્રિકી દેશોમાં ઝારખંડના ચોખાની પસંદગીમાં થયો વધારો, મળી રહ્યા છે મોટા ઓર્ડર
Demand of Jharkhand Rices in Africa: આફ્રિકી દેશોમાં ઝારખંડના ચોખાની પસંદગીમાં થયો વધારો, મળી રહ્યા છે મોટા ઓર્ડર

By

Published : Dec 30, 2021, 3:28 PM IST

રાંચીઃ આફ્રિકી દેશ હવે ઝારખંડના ચોખાના મોટા ખરીદનારા (Demand of Jharkhand Rices in Africa) બની ગયા છે. ઝારખંડના ખેડૂતો ઉત્પાદક સંગઠનોને આ દેશોથી સતત ઓર્ડર મળી રહ્યા છે. હાલમાં જ રાંચીમાં આવેલા ઓલ સિઝન ફાર્મ ફ્રેશને 2,200 મેટ્રિક ટન ચોખાના પૂરવઠાનો ઓર્ડર (Jharkhand Farmers get large orders for rice) મળ્યો છે. કૃષિ મંત્રાલયના પોર્ટલ 'ઈ-નામ'ના માધ્યમથી ઝારખંડના ખેડૂતોથી મોટા પાયે ચોખા ખરીદવામાં (Ministry of Agriculture eNam Portal) આવી રહ્યા છે અને આંધ્રપ્રદેશની મિલોમાં તૈયાર કરવામાં આવી રહેલા ચોખા વિદેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે.

રાંચીની ઓલ સિઝન ફોર્મ ફ્રેશને અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે

રાંચીની બજાર સમિતિના અધિકારી અભિષેક આનંદે જણાવ્યું હતું કે, વિદેશોથી IR-64 ક્વાલિટીના ચોખાની નિકાસ કરવાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર રાંચીમાં આવેલી ઓલ સિઝન ફોર્મ ફ્રેશને મળ્યો છે. ટૂંક જ સમયમાં 80 કન્ટેનર ચોખા હલ્દિયા, પરાદીપ અને વિશાખાપટ્ટનમમાં આવેલા પોર્ટના માધ્યમથી દુબઈ અને આફ્રિકી દેશોમાં ચોખાનો પૂરવઠો મોકલવામાં આવશે.

આ પણ વાંચો-PM Modi to release PM kisan Installment: 1 જાન્યુઆરીએ PM કિસાનનો 10મો હપ્તો ખેડૂતોના ખાતામાં થશે જમા

હઝારીબાગ ચોખાની મોટી માર્કેટિંગ યાર્ડ તરીકે ઊભરી આવી છે

ઝારખંડના હઝારીબાગના ખેડૂતોને પણ આંધ્રપ્રદેશની રાઈસ મિલોથી ચોખાનો પૂરવઠાનો ઓર્ડર (Demand of Jharkhand Rices in Africa) મળ્યો છે. બહારથી આવેલા વેપારીઓ અને નિકાસકારો પણ સ્થાનિક ખેડૂતોથી ચોખા ખરીદી રહ્યા છે. અહીં ઉત્પન્ન થયેલા ડાંગરથી બનેલા ચોખા વિદેશોમાં અને ખાસ કરીને આફ્રિકી દેશોમાં ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 3-4 વર્ષોમાં હઝારીબાગ ચોખાની મોટી માર્કેટિંગ યાર્ડ તરીકે ઊભરી (Hazaribagh Large Marketing Yard Rice) આવી છે. ચોખાના વધતા વેપારને જોતા હજારો ખેડૂતોએ કૃષિ મંત્રાલયના પોર્ટલ પર ઈ-નામ (Ministry of Agriculture eNam Portal) પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઈ-નામના માધ્યમથી પાકની ખરીદી ખેડૂતોને સૌથી મોટો ફાયદો એ થાય છે કે, તેમને કિંમતની ચૂકવણી તરત જ થઈ જાય છે.

આ પણ વાંચો-CONGRESS HITS AT TOMAR: કોંગ્રેસ પાર્ટીએ 3 કૃષિ કાયદાને લઈને ભાજપ અને કેન્દ્રીય કૃષિપ્રધાન પર સાધ્યું નિશાન

ઈ-નામ પોર્ટલ પર બીડિંગમાં દેશભરના વેપારીઓ બોલી લગાવે છે

હઝારીબાગમાં ચોખાના વેચાણના વેપાર સાથે જોડાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે હઝારીબાગથી (Demand of Jharkhand Rices in Africa) લગભગ 25 કરોડ રૂપિયાની કિંમતના ચોખા નિકાસકારો દ્વારા ખરીદાવાની આશા છે. ખેડૂતોને આનાથી ઉપજની કિંમત પણ પહેલાની સરખામણીએ વધી મળી રહી છે. ઈ-નામ પોર્ટલ (Ministry of Agriculture eNam Portal) પર ચોખા અને અન્ય પાકના વેચાણ માટે બીડિંગનો વિકલ્પ છે. બીડિંગમાં દેશભરના વેપારીઓ બોલી લગાવે છે. ખેડૂતો સૌથી વધુ બોલી લગાવનારા ખરીદદાતાઓને પોતાનો પાક વેચે છે. ખેડૂતોના ખેતરો અને કોઠારમાંથી પાક ઉપાડીને ખરીદદારો સુધી લઈ જવામાં બજાર સમિતિની ભૂમિકા હોય છે.

ઝારખંડના ખેડૂતોની શાકભાજી વિદેશમાં મોકલવાનો સિલસિલો શરૂ

આપને જણાવી દઈએ કે, ઝારખંડના ખેડૂતો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી શાકભાજીઓને કુવૈત, ઓમાન, દુબઈ અને સાઉદી અરબ સહિતના દેશોમાં મોકલવાનો સિલસિલો એક મહિના પહેલા શરૂ થઈ ગયો છે. આગામી જાન્યુઆરીએ રાંચીના ખેડૂતોએ ઉત્પન્ન કરેલા કોળું, ભીંડા, કારેલા, વટાણા, ફ્રેન્ચ બીન, આદુ, ફણસ, કાચા તેલ અને કોબી સહિતની શાકભાજીઓનો પૂરવઠો વિદેશ નિકાસ કરવામાં આવે. ઝારખંડમાં દર વર્ષે લગભગ 40 લાખ મેટ્રિક ટન શાકભાજીઓનું ઉત્પાદન થાય છે. શાકભાજીઓ વિદેશ મોકલવાથી ખેડૂતોને તેમની ઉપજનું સારું મૂલ્ય મળવા લાગ્યું છે.

ABOUT THE AUTHOR

...view details