ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાઈરસનું ડેલ્ટા વેરિયન્ટ ડેલ્ટા પ્લસમાં ફેરવાતા બન્યું ખતરનાક - ઉત્તરપ્રદેશ

કોરોના મહામારી પોતાનું સ્વરૂપ ઝડપથી બદલી રહી છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોરોના વાઈરસનું ડેલ્ટા વેરિયન્ટ, ડેલ્ટા પ્લસમાં ફેરવાઈ ગયું છે, જે ખૂબ જ ખતરનાક છે. ત્યાં સુધી કહેવાઈ રહ્યું છે કે, આના પર દવાઓની અસર થવા અંગે પણ શંકા છે.

delta variant
delta variant

By

Published : Jun 14, 2021, 2:00 PM IST

  • કોરોના મહામારી દરમિયાન નવી મુસીબત આવી સામે
  • કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ ડેલ્ટા પ્લસમાં ફેરવાતા જોખમમાં વધારો
  • ડેલ્ટા પ્લસમાં દવાઓની અસર થવા અંગે પણ શંકા
  • ભારતમાં અત્યારે ડેલ્ટા પ્લસના લગભગ 6 કેસ નોંધાયા છે

લખનઉઃ કોરોના વાઈરસ વારંવાર પોતાનું રૂપ બદલી રહ્યો છે. આનું ડેલ્ટા પ્લસ તરીકે ઉભરી આવવું એ ખૂબ જ જોખમી છે. આ કોરોના કાબૂમાં લાવવા માટેની તૈયારીઓ માટે પડકાર સાબિત થઈ શકે છે. કોરોનાની ટ્રિટમેન્ટ પ્રોટોકોલમાં સામેલ દવાઓને અસરકારી થવાના આ વેરિયન્ટ પર શંકા છે. જોકે, લોકો વગર કારણે ઘરથી નીકળવાથી બચે અને કોરોના ગાઈડલાનનું પાલન કરે.

આ પણ વાંચો-મ્યુકોરમાઇકોસીસનો કયો વેરિયન્ટને છે સૌથી ઘાતક, જાણો

સંક્રમણને રોકવા પર ધ્યાન આપવું પડશે

KGMUના માઈક્રોબાયોલોજિસ્ટ ડો. શિતલ વર્માએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી થયેલા અભિયાસમાં ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2)ને સૌથી સંક્રમિત વાઈરસ બતાવવામાં આવતો હતો. જ્યારે હવે ડેલ્ટા વેરિયન્ટ, ડેલ્ટા પ્લસમાં ફેરવાઈ ગયું છે. ભારતમાં અત્યારે ડેલ્ટા પ્લસના લગભગ 6 કેસ નોંધાયા છે. પહેલા આ સંક્રમણને રોકવા પર ધ્યાન આપવું પડશે. જો લોકો લાપરવાહી રાખશે તો ત્રીજી લહેરનું કારણ આ બની શકે છે.

KGMUના માઈક્રોબાયોલોજિસ્ટ ડૉ. શિતલ વર્મા

આ પણ વાંચો-કોરોનાની સ્થિતિને કાબૂમાં લાવવા માટેના પ્રયાસોમાં કોઈ ઢિલાઈ નહીંઃ સિંગાપોરના વડાપ્રધાન

મહારાષ્ટ્રમાં 47 વખત બદલી ચૂક્યું છે સ્વરૂપ

મહારાષ્ટ્ર પર કરવામાં આવેલા અભ્યાસમાં ત્રણ મહિના દરમિયાન અહીં અલગ અલગ જિલ્લાઓમાં લોકોમાં નવા નવા વેરિયન્ટ જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકોને શંકા છે કે, પ્લાઝ્મા, રેમડેસિવિર અને સ્ટિરોઈડયુક્ત દવાઓના ઉપયોગના કારણે મ્યૂટેશનને બળ મળે છે. આ માટે બીજા રાજ્યોમાં પણ સિક્કેસિંગને વધારવાની જરૂર છે. આ અભ્યાસ પૂણેમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી, ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ અને નવી દિલ્હીમાં આવેલી નેશનર સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details