કર્ણાટક: કર્ણાટકના હાસન જિલ્લાના આર્સીકેરે શહેરમાં iPhone માટે ડિલિવરી બોયની નિર્દયતાથી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડિલિવરી બોયની હત્યા કર્યા બાદ આરોપીઓએ ચાર દિવસ સુધી મૃતદેહને બાથરૂમમાં રાખ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. ડિલિવરી બોયનું નામ હેમંત નાઈક (23) અને હત્યારાનું નામ હેમંત દત્તા (20) જણાવવામાં આવી રહ્યું છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે.
આ પણ વાંચો:Chandrayan-3: ચંદ્રયાન-3 લેન્ડરનું મોટું પરીક્ષણ સફળ, જૂનમાં લોન્ચ થવાની છે શક્યતા
શું છે પુરી ધટના: તાજેતરમાં અર્સિકેરે તાલુકાની હદમાં કોપ્પાલુ રેલ્વે ફાટક પાસે એક અજાણ્યા યુવકનો સળગેલી લાશ મળી આવી હતી. તે સંદર્ભે પોલીસે અજાણ્યા વિરૂદ્ધ ગુનો નોંધી લાશની ઓળખ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસે ઘણા સીસીટીવી ફૂટેજ શોધી કાઢ્યા, ત્યારબાદ જ્યારે પોલીસે પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એક વ્યક્તિ બાઇક પર બેગ લઈને જતો જોવા મળ્યો. પોલીસે તપાસ આગળ ધપાવતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
ઓનલાઈન બુક કરાવ્યો: સમગ્ર ઘટનાક્રમનો ખુલાસો કરતા પોલીસ અધિક્ષક હરિરામ શંકરે કહ્યું કે, આરોપી હેમંત દત્તા અર્સિકેરના હલ્લી ગામનો રહેવાસી છે. તેણે સેકન્ડ હેન્ડ આઈફોન ઓનલાઈન બુક કરાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 7 ફેબ્રુઆરીએ કુરિયર આવતાની સાથે જ હેમંત નાઈક માલની ડિલિવરી કરવા માટે લક્ષ્મીપુર બારંગે સ્થિત હેમંત દત્તાના ઘરે ગયો હતો.