- અફઘાનિસ્તાન પર દિલ્હીનો પ્રાદેશિક સુરક્ષા સંવાદ અપેક્ષા કરતાં વધુ સારોઃ
- પાકિસ્તાનને તાલિબાનને સમર્થન આપતા એક ગુપ્ત સંદેશમાં જોવા મળી રહ્યો
- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ માનવતાવાદી સહાયની જરૂરિયાતની નોંધ લીધી
- એશિયાઈ દેશોએ અફઘાનિસ્તાનને આતંકવાદનું આશ્રયસ્થાન ન બનવા દેવાની દિશા
નવી દિલ્હી: રશિયા, ઈરાન અને પાંચ મધ્ય એશિયાઈ દેશોના ટોચના સુરક્ષા અધિકારીઓ સાથે બુધવારે અફઘાનિસ્તાનના વિષય પર યોજાયેલ દિલ્હી પ્રાદેશિક સુરક્ષા સંવાદ(Delhi Regional Security Dialogue) ભારતની અપેક્ષા કરતાં વધુ સારો રહ્યો તેવું માનવામાં આવે છે. રશિયા, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના તેમના સમકક્ષોએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Agency) અજીત ડોભાલની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી મંત્રણામાં ભાગ લીધો હતો.
અફઘાનિસ્તાનના પડકારો અંગે વાતચીત
સૂત્રો અનુસાર અફઘાનિસ્તાનની(Afghanistan) વર્તમાન સ્થિતિ અને આ ક્ષેત્ર સામેના મુખ્ય પડકારોના મૂલ્યાંકન અંગે વાતચીતમાં સામેલ દેશોના અભિપ્રાયમાં અસાધારણ સમાનતા હતી. "આમાં સુરક્ષાની સ્થિતિ, આતંકવાદનો વધતો ખતરો(growing threat of terrorism) અને નિકટવર્તી માનવતાવાદી સંકટ જેવી બાબતોનો સમાવેશ થાય છે," આ ઉપરાંત "રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ માનવતાવાદી સહાયની જરૂરિયાતની નોંધ લીધી અને ભાર મૂક્યો કે આ માટે જમીન અને હવાઈ માર્ગો ઉપલબ્ધ હોવા જોઈએ અને કોઈએ પ્રક્રિયામાં અવરોધ ન કરવો જોઈએ," ંતેમજ ભારતે આ વાતચીત માટે ચીન અને પાકિસ્તાનને પણ આમંત્રણ આપ્યું હતું, પરંતુ બંને દેશોએ તેમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો.
અફઘાન જમીનનો ઉપયોગ આતંકવાદ માટે ન થવો જોઈએ
વાતચીતમાં ભારત, રશિયા, ઈરાન અને પાંચ મધ્ય એશિયાઈ દેશોએ(Asian countries) અફઘાનિસ્તાનને વૈશ્વિક આતંકવાદનું આશ્રયસ્થાન ન બનવા દેવાની દિશામાં કામ કરવાનું વચન આપ્યું હતું.સાથે જ અફઘાન સમાજના તમામ વર્ગોના પ્રતિનિધિત્વ સાથે કાબુલમાં એક ખુલ્લી અને સાચા અર્થમાં સમાવિષ્ટ સરકારની રચના માટે પણ હાકલ કરી છે. આ ઉપરાંત સુરક્ષા વાટાઘાટોમાં, આઠ દેશોના ટોચના સુરક્ષા અધિકારીઓએ અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, એકતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની અને તેની આંતરિક બાબતોમાં દખલ ન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો, જે પાકિસ્તાનને તાલિબાનને સમર્થન આપતા એક ગુપ્ત સંદેશમાં જોવા મળી રહ્યો છે.