- રાજધાની દિલ્હીમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ
- ઉત્તરી નગર નિગમની ટીબી હોસ્પિટલને કોવિડ સેન્ટરમાં પરીવર્તિત કરવામાં આવશે
- 60 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. દર્દીઓની વધતી સંખ્યા હોસ્પિટલોમાં બેડની અછત ઉભી કરી રહી છે. આ જોતાં દિલ્હી સરકાર કોરોના સારવાર માટે હોસ્પિટલો અને બેડની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. આ જ ક્રમમાં, દિલ્હી સરકારે હવે રાજન બાબુ ટીબી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે.
60 બેડ પર થશે કોરોનાનો ઈલાજ
આ અંગે દિલ્હી સરકારે જારી કરેલા આદેશમાં જણાવ્યું છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પલ્મોનરી મેડિસિન અને ક્ષય રોગના રાજન બાબુ ઇન્સ્ટિટ્યૂટને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ હોસ્પિટલમાં 60 બેડ પર કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવશે. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને દિલ્હી સરકાર દ્વારા કોરોના પ્રમાણે વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે.