- રામજસ કોલેજના વિદ્યાર્થી હરેરામ સિંહનું લાંબી બિમારી પછી આજે મૃત્યુ
- હરેરામસિંઘ રામજસ કોલેજના પૂર્વ યુનિયન પ્રેસિડેન્ટ હતા
- હરેરામસિંહની જીત પછી વિદ્યાર્થી રાજકારણમાં પણ એક અલગ બદલાવ આવ્યો
નવી દિલ્હી :દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન અને લો ફેકલ્ટીના વિદ્યાર્થી હરેરામ સિંહનું લાંબી બિમારી પછી આજે મૃત્યુ થયું હતું. હરેરામસિંહ એન્ટી મંડળ કમિશન ફોરમ (AMCF)ના કન્વીનર હતા અને તેમણે મંડળ કમિશન વિરુદ્ધ આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
આ પણ વાંચો : દિલ્હી યુનિવર્સિટીએ હાઈકોર્ટને જણાવ્યું કે, અંતિમ વર્ષની પરીક્ષાઓ 10 ઓગસ્ટથી શરૂ થશે
પૂર્વ વડા પ્રધાન વી.પી.સિંહે તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
હરેરામ છેલ્લા કેટલાક વર્ષોથી બિમાર હતો અને તાજેતરમાં જ તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. હરેરામ સિંહ દિલ્હી યુનિવર્સિટીના ઉત્તર કેમ્પસમાં જ્યુબિલી હોસ્ટેલમાં રહેતો હતો. 1990માં મંડલ કમીશન વિરુદ્ધ આંદોલનમાં તેમની ભૂમિકાથી પ્રભાવિત તે જ સમયે પૂર્વ વડા પ્રધાન વી.પી.સિંહે તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.