ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Fire : દિલ્હીના ઉદ્યોગ નગરમાં જૂતાની ફેક્ટરીમાં આગ ભભૂકી, 6 કર્મચારીઓ ગાયબ - Fire Director

પશ્ચિમ દિલ્હી (West Delhi)ના ઉદ્યોગ નગરીમાં જૂતાની ફેક્ટરી(Shoe Factory)માં સોમવારે સવારે ભારે આગ (Fire) લાગી હતી. 31 ફાયરની ગાડીઓ (Fire Truck)ઘટનાસ્થળ પર આગ(Fire)ને કાબૂમાં લેવા માટે રોકાયેલા છે. તે સમયે જૂતાની ફેક્ટરી(Shoe Factory)ના માલિકે છ ફેક્ટરી કામદારોના ગાયબ થવા અંગે ફરિયાદ નોંધાવી છે.

દિલ્હીના ઉદ્યોગ નગરમાં જૂતાની ફેક્ટરીમાં આગ ભભૂકી
દિલ્હીના ઉદ્યોગ નગરમાં જૂતાની ફેક્ટરીમાં આગ ભભૂકી

By

Published : Jun 21, 2021, 1:21 PM IST

  • દિલ્હીમાં જૂતાની ફેક્ટરીમાં ભારે આગ લાગી
  • ઘટનામાં હજુ કોઈ જાનહાનિના સમાચાર નથી
  • આગને કાબૂમાં લેવા માટે 125 અગ્નિશામકો કાર્યરત

નવી દિલ્હી :પશ્ચિમ દિલ્હી(West Delhi)ના ઉદ્યોગ નગરમાં સોમવારે સવારે જૂતાની ફેક્ટરી (Shoe Factory)માં ભારે આગ(Fire) લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે, આખા વિસ્તારમાં કાળા ધુમાડાઓ ફેલાયા હતા. આ વિસ્તારમાં અરાજકતા જોવા મળી હતી. દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.

આગને કાબૂમાં લેવા માટે 125 અગ્નિશામકો કાર્યરત

ફાયર વિભાગ(Fire Department)ને આજે સવારે 8:22 વાગે લાગેલી આગ (Fire) વિશે માહિતી મળી હતી. સમાચાર મળતાં 31 ફાયરની ગાડીઓ (Fire Truck) ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ (Fire)ને કાબૂમાં લેવા માટે 125 અગ્નિશામકો (Firefighters) કાર્યરત છે. કાળા ધુમાડાને કારણે (Fire)ને કાબૂમાં લેવી મુશ્કેલ બની રહી છે. છેલ્લા બે કલાકથી (Fire)ને કાબૂમાં રાખવા કામદારો સતત કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : નરોડા સેજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી ફેકટરીમાં આગ લાગી

એક ડઝનથી વધુ અગ્નિશામકોને ઉપકરણોને સ્થળ પર મોકલ્યા

ફાયર કંટ્રોલ રૂમ (Fire Control Room)થી મળેલી માહિતી અનુસાર, વિવિધ ફાયર સ્ટેશન (Fire Station)થી એક ડઝનથી વધુ અગ્નિશામક (Firefighters) ઉપકરણોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આગ (Fire)ની ગંભીરતાને ધ્યાનમાં લેતા સ્થળ પર વાહનોની સંખ્યા વધારીને 20 કરી દેવામાં આવી હતી. પરંતુ જ્યારે આગ (Fire)ને કાબૂમાં લેવામાં સમય લાગ્યો ત્યારે વાહનોની સંખ્યા વધારીને 24 કરવામાં આવી હતી.

આ પણ વાંચો : નડિયાદમાં દુકાનમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

2 કલાક સુધી આગને કાબૂમાં રાખવાનું કામ સતત ચાલુ

ફાયર ડાયરેક્ટર(Fire Director) અતુલ ગર્ગે આ બાબતની પુષ્ટિ કરતાં જણાવ્યુંં કે, 2 કલાક સુધી આગને કાબૂમાં રાખવાનું કામ સતત ચાલુ છે. જોકે, સ્થળ પરથી હજી સુધી કોઈ ઈજા કે જાનહાનિ વિશે કોઈ માહિતી મળી નથી. પરંતુ જૂતાની ફેક્ટરી(Shoe Factory)ના માલિકના રેકોર્ડ મુજબ ફેક્ટરીના છ કામદારો ગાયબ છે.

ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવામાં સંપૂર્ણ રીતે રોકાયેલી

ઉદ્યોગ નગર એસોસિએશનના પ્રમુખ અશોકકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, જે બિલ્ડિંગમાં આગ (Fire) લાગી છે. તે ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાય છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમ અહીં આગ (Fire)ને કાબૂમાં લેવામાં સંપૂર્ણ રીતે રોકાયેલી છે. આગ(Fire) કાબૂમાં લેવામાં આવશે તે પછી જ તે જાણી શકાશે કે, અંદરથી કોઈ ફસાયું હતું કે નહીં.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details