- પાટનગરમાં પ્રથમ વખત 24 કલાક દરમિયાન સૌથી વધારે 348 લોકોનાં મોત નીપજ્યાં
- કોરોનાના વધતા કેસોને કારણે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને પણ ઠપકો આપ્યો
- 'દિલ્હી કોરોના' એપ્લિકેશન મુજબ, સમગ્ર દિલ્હીમાં ફક્ત એક જ વેન્ટિલેટર બેડ ખાલી
નવી દિલ્હી:કોરોનાને ધ્યાનમાં રાખીને, દિલ્હીની સ્થિતિ સતત ગંભીર બની રહી છે. પાટનગરમાં કોરોનાથી મૃત્યુઆંક 300ની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાથી 348 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, 24 હજાર નવા કોરોના કેસ નોંધાયા છે. આજે શનિવારે કોરોનાના નવા કેસોમાં અને સંક્રમણ દરના થોડો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ, મૃત્યુનાં આંકડા આશ્ચર્યજનક જોવા મળી રહ્યા છે. આજે એક જ દિવસમાં લગભગ 300 લોકોનાં મોત નીપજ્યાં છે. એટલે કે, છેલ્લા 24 કલાક દરમિયાન, દર કલાકે 14થી વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો:એન્ટિ મંડળ કમિશન ફોરમના સંયોજક ડીયુના પૂર્વ વિદ્યાર્થી હરેરામસિંહનું મૃત્યુ
હાઈકોર્ટે દિલ્હી સરકારને ઠપકો આપ્યો
હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરોની સુવિધા ન હોવા બદલે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને પણ ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, કોઈ પણ સંજોગોમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની સપ્લાય બંધ ન કરવી જોઇએ. પરંતુ, દિલ્હી સરકાર આ મામલે નિષ્ફળ સાબિત થઈ રહી છે. દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સતત લડત ચાલી રહી છે. જેના કારણે લોકોને સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડી રહી છે.