ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી કોરોનાના ત્રીજા તબક્કામાં પહોંચ્યુંઃ સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન - દિલ્હી કોરોના અપડેટ

દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને માન્યું કે, દિલ્હીમાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. તેમણે એ પણ કહ્યું કે, દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ હવે મીડલ અને અપર મીડલ ક્લાસમાં વધારે જોવા મળે છે.

દિલ્હી કોરોનાના ત્રીજા તબક્કામાં પહોંચ્યુંઃ દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન
દિલ્હી કોરોનાના ત્રીજા તબક્કામાં પહોંચ્યુંઃ દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન

By

Published : Nov 4, 2020, 3:21 PM IST

  • દિલ્હીમાં કોરોના પહોંચ્યો ત્રીજા તબક્કામાં
  • દિલ્હીમાં કોરોનાના કેસ 4 લાખને પાર
  • સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને ચિંતા વ્યક્ત કરી
  • મિડલ-અપર મિડલ ક્લાસમાં કેસ વધ્યા

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ 4 લાખથી ઉપર થઈ ચૂક્યા છે. થોડા દિવસ જ રેકોર્ડ 6725 નવા કેસ સામે આવ્યા હતા. વધતા કોરોનાના કેસને લઈને દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, આ દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર છે. જોકે તેમણે એ પણ કહ્યું કે, અમે આક્રમક રીતે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યા છે. આના કારણે જ કોરોનાના કેસ વધી રહ્યા છે.

અત્યારે 9 હજાર બેડ ખાલી છે

કોરોનાથી જોડાયેલા મુદ્દા પર મીડિયા સાથે થયેલી વાતચીતમાં સત્યેન્દ્ર જૈને કહ્યું કે, છેલ્લા 15 દિવસોમાં અમે પોતાની સ્ટ્રેટજી પર ફોકસ કર્યું છે અને આ જ સ્ટ્રેટજી હેઠળ એગ્રેસિવ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહી છે. કોઈ પણ વ્યક્તિના પોઝિટિવ આવવા પર તેના તમામ કોન્ટેક્ટ્સનો ટેસ્ટ કરી રહ્યા છે. આથી કોરોનાના આંકડાઓ વધી રહ્યા છે. દિલ્હીમાં કોરોના બેડ્સની સ્થિતિને લઈને સત્યેન્દ્ર જૈને કહ્યું, 9025 બેડ્સ ખાલી છે.

ખાનગી હોસ્પિટલમાં વધુ લોકો જઈ રહ્યા છે

જોકે કેટલાક હોસ્પિટલોથી બેડ્સની કમીના સમાચાર પણ આવી રહ્યા છે. આને લઈને સવાલ કરવા પર સત્યેન્દ્ર જૈને કહ્યું કે, ઘણા લોકો ખાનગી હોસ્પિટલોમાં જઈ રહ્યા છે. જેઓ બહારથી દિલ્હી આવે છે તેઓ ડાયરેક્ટ ખાનગી હોસ્પિટલોમાં જઈ રહ્યા છે. એટલે કેટલીક ખાનગી હોસ્પિટલોમાં બેડ્સની અછત જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય પ્રધાનનું એ પણ કહેવું છે કે, પહેલા દિલ્હીમાં કોરોના ઘણી વસ્તીવાળા વિસ્તારમાં ફેલાતો હતો, પરંતુ હવે આ મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસમાં વધારે જોવા મળે છે.

લોકો માસ્ક પહેરવાનું ન ભૂલે

સત્યેન્દ્ર જૈને કહ્યું, મિડલ અને અપર મિડલ ક્લાસના લોકો પાસે ઈન્શ્યોરન્સ ક્લેઈમ પણ હોય છે. તેઓ ખાનગી હોસ્પિટલોમાં વધારે પૈસા આપી શકે છે. એટલે તેઓ ખાનગી હોસ્પિટલોમાં જઈ રહ્યા છે, પરંતુ ખાનગી હોય કે સરકારી તમામ જગ્યાએ કોરોનાને લઈને સમાન જ ટ્રિટમેન્ટ પ્રોટોકોલ છે. કોરોનાના વધતા કેસ માટે લોકોની લાપરવાહીને લઈને સ્વાસ્થ્ય પ્રધાને ચિંતા વ્યક્ત કરી અને કહ્યું, તમામ લોકોએ માસ્ક ફરજિયાત લગાવવું જોઈએ. હાલમાં કોરોનાથી બચવાનો આ જ માત્ર એક ઉપાય છે.

ABOUT THE AUTHOR

...view details