ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી પોલીસે ટૂલકિટ કેસ મામલે ટ્વિટરને પત્ર લખી માહિતી માગી

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટૂલકિટ વિવાદ ચાલી રહ્યો છે. હવે આ મામલે દિલ્હી પોલીસે ટ્વિટરને પત્ર લખી મહત્વપૂર્ણ જાણકારી માગી છે. આ પહેલા કોંગ્રેસના નેતાઓએ ભાજપના અનેક નેતાઓના ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા રજૂઆત કરી હતી.

દિલ્હી પોલીસે ટૂલકિટ કેસ મામલે ટ્વિટરને પત્ર લખી માહિતી માગી
દિલ્હી પોલીસે ટૂલકિટ કેસ મામલે ટ્વિટરને પત્ર લખી માહિતી માગી

By

Published : May 24, 2021, 2:52 PM IST

  • ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટૂલકિટ વિવાદ મામલો
  • દિલ્હી પોલીસે ટ્વિવટરને પત્ર લખી મહત્વની માહિતી માગી
  • પહેલા કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતાઓના ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા રજૂઆત કરી હતી

નવી દિલ્હીઃ કોંગ્રેસ-ભાજપ વચ્ચે ચાલી રહેલા ટૂલકિટ વિવાદ વચ્ચે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ટ્વિટરને એક પત્ર લખ્યો છે. દિલ્હી પોલીસે ટ્વિટરને પૂછ્યું છે કે, તેમને કયા આધાર પર ટૂલકિટને ખોટી ગણાવી હતી. આને સંબંધિત જવાબ તેમણે જણાવવામાં આવે કે જેથી આ મામલાની તપાસ આગળ વધી શકે. હાલમાં આ મામલાની તપાસ સ્પેશિયલ સેલ કરી રહી છે.

આ પણ વાંચો-ટૂલકિટ મામલે ભાજપના નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા કોંગ્રેસની માગ

ભાજપના નેતાઓને બદનામ કરવા કોંગ્રેસે ટૂલકિટ બનાવી હતીઃ ભાજપ

આ અંગે મળતી માહિતી અનુસાર, કેટલાક દિવસ પહેલા ભાજપના નેતા સંબિત પાત્રાએ ટ્વિટ કરી કોંગ્રેસ પાર્ટી પર ટૂલકિટ તૈયાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોરોના મહામારી દરમિયાન ભાજપ અને તેમના નેતાઓને બદનામ કરવા માટે કોંગ્રેસે ટૂલકિટ તૈયાર કરી હતી.

આ પણ વાંચો-ટૂલકિટ વિવાદ કેસમાં ભાજપના જેપી નડ્ડા, સ્મૃતિ ઇરાની, સંબિત પાત્રા અને બી.એલ. સંતોષ વિરુદ્ધ કેસ નોંધાયો

યુથ કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવી હતી

સંબિત પાત્રાના આરોપોને ખોટા ગણાવી કોંગ્રેસે ભાજપના નેતાઓની સામે તુઘલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે યુથ કોંગ્રેસ તરફથી આ બાબતની ફરિયાદ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ મામલામાં ટ્વિટરે ટૂલકિટને ખોટું ગણાવ્યું હતું. આ મામલાની તપાસ પોલીસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details