નવી દિલ્હીઃરાજધાનીમાં સક્રિય ગેંગસ્ટરો વિરુદ્ધ અભિયાનમાં ચલાવવામાં આવી રહેલાં સ્પેશિયલ સેલની ટીમના અભિયાનમાં સતત બદમાશોની ધરપકડ કરાઈ રહી છે. આવી જ એક ઘટના રવિવારે મોડી રાત્રે પૂર્વ દિલ્હીમાં બની હતી, જેમાં અક્ષરધામ મંદિર પાસેથી અથડામણ દરમિયાન સ્પેશિયલ સેલે પંજાબના બે તોફાની તત્વોને ઝડપી પાડ્યાં હતાં. જેમાંથી એકને ગોળી વાગી હતી.
દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમનું અડધી રાતે એક્શન, ફિલ્મી ઢબે અર્શદીપ ડાલા ગેંગના બે ખુંખાર સાગરીતોને ઝડપ્યાં - દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અથડામણ બાદ બે ઈશમોને ઝડપી પાડ્યાં છે. ટીમને આ બંને વિશે બાતમી મળી હતી જેના આધારે છટકું ગોઠવીને બંને બદમાશોને અક્ષરધામ પાસેથી ઝડપી પાડ્યાં હતાં. ઝડપાયેલા બંને આરોપી પંજાબના ખુંખાર અપરાધીઓ છે અને બંને અર્શદીપ ડલ્લા ગેંગના સભ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

Published : Nov 27, 2023, 1:05 PM IST
ખુંખાર બે બદમાશ ઝડપાયા: આ ઘટના મયુર વિહારમાં અક્ષરધામ મંદિર ફ્લાયઓવર પાસે બની હતી. જેમાં પંજાબના બે બદમાશ વીરેન્દ્ર ઉર્ફે વિની અને રાજાને એન્કાઉન્ટર બાદ ઝડપી પાડ્યાં હતા. જેમાંથી વીરેન્દ્રને પગમાં ગોળી વાગી હતી, જ્યારે અન્ય એક બદમાશ રાજાને ભાગતી વખતે ઝડપી લેવામાં આવ્યો હતો. સ્પેશિયલ સેલની ટીમને આ બદમાશો અક્ષરધામ તરફ આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. માહિતી બાદ સ્પેશિયલ સેલે બંને બદમાશોને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. બંન્ને મોટરસાઈકલ પર ત્યાં પહોંચ્યા કે તરત જ પોલીસની ટીમે તેમને સરેન્ડર કરવા કહ્યું. આના પર બંનેએ પોલીસ પર ફાયરિંગ કર્યું અને ત્યાંથી ભાગવા લાગ્યા.
એક બદમાશને વાગી ગોળી: જવાબી કાર્યવાહીમાં સ્પેશિયલ સેલની ટીમે પણ ગોળીબાર કર્યો હતો, જેમાં એક બદમાશને ગોળી વાગી હતી. આ કારણે તે ઘાયલ થઈને નીચે પડી ગયો, જેના કારણે પોલીસે તેને કોઈ પણ વિલંબ કર્યા વિના પકડી લીધો. પોલીસે ઘાયલ ગુનેગારને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાવી હતી, ત્યારબાદ ગુનેગારની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે બંને પંજાબના રહેવાસી છે અને તેમની સામે ઘણા કેસ નોંધાયેલા છે. બંને અર્શદીપ ડલ્લા ગેંગના સભ્યો હોવાનું કહેવાય છે, જેઓ પેરોલ જમ્પ કરીને નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.