ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી પોલીસે પ્લાઝ્મા દાતાઓ અને જરૂરીયાતમંદો માટે ડિજિટલ ડેટા બેન્ક શરૂ કરી - પ્લાઝ્મા

દિલ્હી પોલીસ દ્વારા જીવન રક્ષક નામથી એક ડેટા ઉભા કરવામાં આવી રહ્યો છે જેમા પ્લાઝમાં આપનાર અને જરૂરીયાતમંદના ડેટા હશે. આ ડેટા દ્વારા લોકોને સરળતાથી પ્લાઝમાં મળી રહેશે.

police
દિલ્હી પોલીસે પ્લાઝ્મા દાતાઓ અને જરૂરીયાતમંદો માટે ડિજિટલ ડેટા બેંક શરૂ કરી

By

Published : Apr 25, 2021, 2:09 PM IST

  • ડિજીટલ રીતે કરવામાં આવશે કોરોના દર્દીઓની મદદ
  • દિલ્હી પોલીસે બનાવી રહી છે પ્લાઝમાં ડોનેટ કરવા માટે ડેટા
  • લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે કરવામાં આવી અપિલ

દિલ્હી: કોરોના સંકટના આ સમયમાં દિલ્હી પોલીસ ઓક્સિજન સપ્લાય બાબતે મદદ કરવા જેવી તમામ રીતે દર્દીઓની સહાય કરી રહી છે. આ પ્રકરણમાં હવે દિલ્હી પોલીસે પ્લાઝ્મા ડોનર્સના એક ડિજીટલ ડેટા બનાવીને જરૂરીયાતમંદ દર્દીઓ માટે પ્લાઝમા થેરાપીની સુવિધા માટે એક પહેલ શરૂ કરી છે. આને જીવન રક્ષક નામ આપવામાં આવ્યું છે.

ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા લોકોને કરવામાં આવશે મદદ

જીવન રક્ષકના માધ્યમથી ડિજીટલ રીતે એવા લોકોના ડેટા સેવ કરવામાં આવશે જે પ્લાઝ્મા ડોનર્સ છે અને એવા વ્યક્તિઓના ડેટા પણ રાખવામાં આવશે જેને પ્લાઝ્માની જરૂર છે, એટલે કે 2 વ્યક્તિઓ આ પ્લેટફોર્મ પર હશે. આ ઉદ્દેશ્ય માટે એક ગુગલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : વડોદરામાં પ્લાઝમા ડોનેટ કરવા 50થી વધુ પોલીસકર્મીએ રજિસ્ટ્રેશન કરાવ્યું

પ્લાઝમાં મળેવનાર અને આપનારને કરવું પડશે આ કામ

પ્લાઝ્માની જરૂરીયાત ધરાવતા લોકો અહીંયા રજિસ્ટ્રેશન કરશે. આ માટે દિલ્હી પોલીસની આધિકારીક વેબ સાઈટમા જાન બચાઓ નામથી એક લિંક હશે, આ પર ક્લિક કરવાથી વ્યક્તિ ઓટોમેટીક જીવન રક્ષક પેજ પર પહોંચી જશે. અહીંયા વ્યક્તિને બે ફિલ્ડ મળશે , એક પ્લાઝમાં મેળવવા માટે અને બીજી પ્લાઝમાં આપવા માટે. આમાં પ્લાઝમાં ડોનર વ્યક્તિ પોતાનું નામ, ઉંમર, લિંગ, વૈવાહિક સ્થિતિ, સ્થાન, બ્લડ ગ્રુપ , કોરોનાથી રીકવરીની તારીખ ભર્યા બાદ ફોર્મ જમાં કરવાનું રહેશે. આવી જ રીતે પ્લાઝ્માં લેવા વાળાને પોતાની ફિલ્ડનું ચયન કરવું પડશે. જેને પ્લાઝમાં લેવો છે તેનું નામ, વર્ષ. લિંગ, મોબાઈલ નંબર, કેર ટેકરનું નામ, હોસ્પિટલનું નામ જેવું ભરવું પડશે. આ સાથે હોસ્પિટલની પેશન્ટ આઈડી, હોસ્પિટલનું લોકેશન, બ્લડ ગ્રુપ, ડોક્ટરની સલાહ જેવી જાણકારી આપવાની રહેશે.

દિલ્હી પોલીસ દ્વારા લોકોને પ્લાઝમાં દાન કરવાની અપીલ

આ તમામ જાણકારી દિલ્હી પોલીસ દ્વારા સેવ રાખવામાં આવશે અને જરૂરના સમયે મદદ કરવામા આવશે. આ સુવિધાથી લોકોને ઝડપથી મદદ મળી રહેશે. લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે પ્લાઝ્મા ડોનેટ કરે.

ABOUT THE AUTHOR

...view details