- છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાન સાગરની હત્યાની કેસનો મામલો
- દિલ્હી પોલીસે ઓલિમ્પિક મેડાલિસ્ટ પહેલવાન સુશીલ કુમારના ઘરે દરોડા પાડ્યા
- પ્રાથમિક તપાસમાં સુશીલ કુમાર અને તેના મિત્રોએ હત્યામાં શામેલ હોવાનું જણાયું
નવી દિલ્હીઃ છત્રસાલ સ્ટેડિયમમાં થયેલી હત્યા મામલે દિલ્હી પોલીસે ઓલિમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલ કુમારની તપાસ માટે દરોડા પાડ્યા હતા. પોલીસેની ટીમે બુધવારે સુશીલ કુમારની તપાસ મામલે તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તેઓ મળ્યા ન હતા. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં સુશીલ પહેલવાન અને તેના મિત્રોએ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ માટે સુશીલ પહેલવાન સાથે પૂરા મામલાની પૂછપરછ કરવી જરૂરી છે. હાલમાં પોલીસે હત્યા મામલે પ્રિન્સ દલાલની ધરપકડ કરી છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી ડબલ બેરલ ગન પણ કબજે કરી હતી.
આ પણ વાંચોઃઅંબાજીમાં ભાજપના કાર્યકર્તાઓએ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે થયેલી હિંસાને લોકતંત્રની હત્યા ગણાવી
મારામારીમાં પહેલવાન સાગરનું મોત થયું
આ અંગે મળતી માહિતી અનુસાર, મંગળવારે મોડી રાત્રે મોડલ ટાઉનમાં આવેલા છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાનોના 2 જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે થયેલી જૂથ અથડામણમાં સાગર, સોનુ મહાલ અને અમિત કુમાર ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાગરનું મોત થયું હતું. જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.