નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડા રવિવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દિલ્હી સ્થિત આવાસ પર પહોંચ્યા છે. દિલ્હી પોલીસની વાત માનીએ તો તેમણે રાહુલ ગાંધીને નોટિસ આપી તેમની પાસેથી માહિતી માંગી છે. વાસ્તવમાં, 'યૌન ઉત્પીડન' પીડિતોની માહિતી માંગતી પોલીસ દ્વારા આપવામાં આવેલી નોટિસના સંદર્ભમાં, સ્પેશિયલ સીપી સાંસદ રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા છે.
આ પણ વાંચો:ISF MLA attacked: કોલકાતામાં ISF MLA નૌશાદ સિદ્દીકી પર હુમલો, એકની ધરપકડ
રાહુલ ગાંધીનું નિવેદન: શ્રીનગરમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, મહિલાઓ સાથે 'સેક્સ્યુઅલ અસોલ્ટ' કરવામાં આવ્યું છે. તેમને એવી ઘણી સ્ત્રીઓ મળી જેઓ પર દુષ્કર્મ અને શોષણ થયું છે. આ નોટિસ દ્વારા દિલ્હી પોલીસે અમને તે તમામ મહિલાઓ વિશે માહિતી આપવા કહ્યું છે, જેથી અમે કાર્યવાહી કરી શકીએ.
ભારત જોડો યાત્રા: તે જ સમયે, સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું કે, અમે અહીં રાહુલ ગાંધી સાથે વાત કરવા આવ્યા છીએ. 30 જાન્યુઆરીએ રાહુલે શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું કે, ભારત જોડો યાત્રા દરમિયાન તે ઘણી મહિલાઓને મળ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે, તેમની સાથે દુષ્કર્મ થયું હતું.
આ પણ વાંચો:Khalistan leader Amritpal Singh: અમૃતપાલ સિંહ નાસી છૂટ્યા બાદ હિમાચલ પોલીસ એલર્ટ પર
કોણ છે મહિલાઓ: પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નોટિસમાં રાહુલ ગાંધીને તે મહિલાઓ વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે, જેમના વિશે તમે તમારા નિવેદનમાં કહી રહ્યા હતા. નોટિસમાં પોલીસે રાહુલ ગાંધીને કેટલાક સવાલો પણ પૂછ્યા છે કે, તેમને મળ્યા બાદ મહિલાઓએ આ વાત ક્યારે અને ક્યાં કહી? શું તે મહિલાઓને પહેલેથી જ ઓળખતો હતો?
રાહુલ ગાંધીને નોટિસ: તે પછી તેઓ ગુરુવારે ફરી વરિષ્ઠ અધિકારીને મળવા ગયા, તેમની સાથે વાત કરવા માટે સમય માંગ્યો, પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની પાસે સમય નથી. જે બાદ પોલીસે રાહુલ ગાંધીને નોટિસ પાઠવી હતી. પોલીસે રાહુલ ગાંધીને વહેલી તકે નોટિસનો જવાબ આપવા જણાવ્યું હતું, જેથી પોલીસ આ મામલે તેમની તપાસ આગળ વધારી શકે.