- ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર 11 દિવસથી ફરાર
- છત્રસાલ સ્ટેડિયમમાં થયેલી મારામારીમાં પહેલવાન સાગરની હત્યા થઈ હતી
- દિલ્હી સરકારને સુશીલ કુમાર સામે એક્શન લેવા દિલ્હી પોલીસની માગ
નવી દિલ્હીઃ છેલ્લા 11 દિવસથી હત્યા મામલામાં ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર ફરાર છે. પોલીસ સુશીલ કુમારની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે. દિલ્હી પોલીસે હવે સુશીલ કુમાર પર દબાણ કરવા માટે દિલ્હી સરકારને પત્ર લખ્યો છે. હાલમાં સુશીલ કુમાર છત્રસાલ સ્ટેડિયમમાં OSD પદ પર તહેનાત છે. પોલીસે પત્ર મોકલી દિલ્હી સરકારને હત્યા મામલામાં સુશીલ કુમાર સામે એક્શન લેવાની માગ કરી છે.
આ પણ વાંચોઃદિલ્હીમાં પહેલવાન સાગરની હત્યા મામલે પોલીસે પહેલવાન સુશીલ કુમાર સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી
હત્યાકાંડમાં કુસ્તીબાજ સુશીલ કુમાર મુખ્ય આરોપી
આ અંગે મળતી માહિતી અનુસાર, 4 મેએ છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાન સાગરની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના કેસમાં જે આરોપીઓના નામ સામે આવ્યા હતા, તેમાં 2 વખત ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર કુસ્તીબાજનું નામ પણ શામેલ છે. આ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આ હત્યાકાંડમાં સુશીલ કુમાર મુખ્ય આરોપી છે. છેલ્લા 10 દિવસથી પોલીસ દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં દરોડા પાડી રહી છે, પરંતુ અત્યાર સુધી સુશીલ કુમારનો ક્યાંય પણ પત્તો લાગ્યો નથી.
આ પણ વાંચોઃછત્રસાલ સ્ટેડિયમમાં થયેલી હત્યા મામલે પોલીસે પહેલવાન સુશીલ કુમારની તપાસ શરૂ કરી
છત્રસાલ સ્ટેડિયમનાં પ્રશાસકને પત્ર લખી ઘટનાની માહિતી અપાઈ
આ હત્યા કેસમાં પોલીસે હવે દિલ્હી સરકારને પત્ર લખી સુશીલ કુમાર સામે કાર્યવાહી કરવા માગ કરી છે. જોકે, સુશીલ કુમાર રેલવેમાં તહેનાત છે અને હાલ તે ડેપ્યુટેશન પર છત્રસાલ સ્ટેડિયમના OSD છે. દિલ્હી પોલીસે દિલ્હી સરકારના શિક્ષણ અને રમત વિભાગના ઉપનિદેશક અને છત્રસાલ સ્ટેડિયમનાં પ્રશાસક આશા અગ્રવાલને પત્ર લખી આ ઘટના અંગેની માહિતી આપી છે. તેમને અપીલ કરવામાં આવી છે કે, તેઓ સુશીલ સામે કાર્યવાહી કરે.