- ખેડૂત આંદોલનના 6 મહિના પૂરા થયા
- ખેડૂતોએ આજે બુધવારે બ્લેક ડે તરીકે ઉજવ્યો
- બદરપુર બોર્ડર પર દિલ્હી પોલીસ કર્મચારીઓની સાથે અર્ધલશ્કરી દળના જવાનોને પણ તૈનાત કરાયા
નવી દિલ્હી: ખેડૂત આંદોલનના 6 મહિના પૂરા થવા પર આજે બુધવારે ખેડૂતો બ્લેક ડેની ઉજવણી કરી રહ્યા છે. જેને લઈને દિલ્હી પોલીસે પણ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. બદરપુર બોર્ડર પર દિલ્હી પોલીસ કર્મચારીઓની સાથે અર્ધલશ્કરી દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં અન્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને અહીં સતત તકેદારી રાખવામાં આવી રહી છે.
અહીં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે
બદરપુર બોર્ડર પર દિલ્હીની સરહદ હરિયાણાના ફરિદાબાદથી નજીક છે. જેના કારણે આજે બુધવારે કાળો દિવસ ઉજવવા ખેડૂત સંગઠનોની ઘોષણાને ધ્યાનમાં રાખીને બુધવારે સવારથી સુરક્ષાની કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તહેનાત કરવાની સાથે સાથે અન્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને અહીં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો :ખેડુતોએ આંદોલન: વિરોધ દરમિયાન વડાપ્રધાનના પુતળાનું દહન કર્યું