ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી કોર્ટમાં ગણતંત્ર દિવસ હિંસા મામલે ચાર્જશીટ દાખલ - દિલ્હી કોર્ટ

દિલ્હી પોલીસેની ક્રાઇમ બ્રાન્ચની ટીમે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસામાં તીસ હજારી કોર્ટમાં ચાર્જશીટ જાહેર કરી છે.

દિલ્હી કોર્ટમાં  ગણતંત્ર દિવસ હિંસા મામલે ચાર્જશીટ દાખલ
દિલ્હી કોર્ટમાં ગણતંત્ર દિવસ હિંસા મામલે ચાર્જશીટ દાખલ

By

Published : May 21, 2021, 8:56 PM IST

  • તીસહજારી કોર્ટમાં દાખલ થઇ ચાર્જશીટ
  • 17 એપ્રિલે દીપને મળ્યા હતા જામીન
  • જામીન મળતા અન્ય કેસમાં થઇ હતી ધરપકડ

ન્યૂઝ ડેસ્ક: આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે દીપ સિદ્ધુ સહિત 16 લોકોને આરોપી બનાવ્યા છે. દીપ સિદ્ધુને આ કેસમાં જમાનત મળી ગઇ હતી દિલ્હી પોલીસ તરફથી દાખલ કરવામાં આવેલી એક એફઆઇઆરમાં કોર્ટે ગત 17 એપ્રિલે દિપ સિદ્ધુને જમાનત આપી હતી તેને જામીન મળતા જ આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇન્ડિયાએ લાલ કિલ્લાને નુકસાન પહોંચાડવાના કેસમાં પોલીસે દીપ સિદ્ધુની ધરપકડ કરી હતી. દીપ સિદ્ધુને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલએ હરિયાણાના કરનાલમાંથી 9 ફેબ્રુઆરીએ ઝડપી પાડ્યો હતો.

વધુ વાંચો:લાલ કિલ્લાની હિંસામાં તલવારથી હુમલો કરનારા આરોપીની ધરપકડ

સિદ્ધુએ લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો

દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધુએ લોકોને ઉશ્કેર્યા હતા. જેના કારણે લોકોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતુ. 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. દીપ સિદ્ધુ તોફાનોમાં મોખરે હતો. દિલ્હી પોલીસે કહ્યું હતું કે, વીડિયોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે દીપ સિદ્ધુ ધ્વજ અને લાકડીઓ લઈને લાલ કિલ્લામાં પ્રવેશ કરી રહ્યો હતો. તે અને જુગરાજ સિંહ સાથે હતા.

વધુ વાંચો:દિલ્હી હિંસા મામલે પોલીસે પંજાબમાંથી આરોપી ઈકબાલ સિંઘની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details