નવી દિલ્હીઃરોહિણી કોર્ટમાં (delhi rohini court) 9 ડિસેમ્બરે થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં (rohini blast case) ચોકાવનાર ખુલાસો સામે આવ્યો છે, જેમાં સ્પેશિયલ સેલે બોમ્બ પ્લાન્ટ કરવાના આરોપમાં એક વ્યક્તિની (Rohini court blast scientist arrested) અટકાયત કરી છે. આરોપી અશોક વિહારનો રહેવાસી છે. અને તે એક વૈજ્ઞાનિક છે. આ બ્લાસ્ટમાં તેની મદદ કરનાર અન્ય ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં (Rohini court blast case exposed) આવી છે.
9 ડિસેમ્બરે રોહિણી કોર્ટમાં થયો વિસ્ફોટ
આરોપીએ કોર્ટમાં હાજર રહેલા તેના પાડોશીની હત્યા કરવાના ઈરાદે આ બોમ્બ કોર્ટમાં મુક્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલે તેની પૂછપરછ કરી રહી છે. 9 ડિસેમ્બરે રોહિણી કોર્ટ નંબર 102માં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કોર્ટના નાયબ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ટિફિન બોમ્બની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો
પ્રાથમિક તપાસમાં પહેલા તો લેપટોપની બેટરીનો વિસ્ફોટ ગણવામાં આવી રહ્યો હતો, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે, તે બોમ્બ બ્લાસ્ટ હતો. કોર્ટની અંદર ટિફિન બોમ્બની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ રિમોટ દ્વારા કરવામાં આવ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે કેસ નોંધ્યા બાદ સમગ્ર તપાસ કામગીરી સ્પેશિયલ સેલને સોંપવામાં આવી હતી.
100થી વધુ CCTV અને ટેકનિકલ સર્વેલન્સ ચેક કર્યા