નવી દિલ્હીઃકાંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં દિલ્હી પોલીસે લગભગ 800 પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. આ ચાર્જશીટમાં લગભગ 120 સાક્ષીઓને સામેલ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાઓને પણ ચાર્જશીટમાં મોટો આધાર બનાવવામાં આવ્યો છે.
800 પેજની ચાર્જશીટ તૈયાર:કાંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં દિલ્હી પોલીસે લગભગ 800 પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. પોલીસે તૈયાર કરેલી આ ચાર્જશીટમાં અમિત ખન્નાને આરોપી નંબર વન બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ ક્રિષ્ના, મિથુન, મનોજ મિત્તલ, દીપક ખન્ના, અંકુશ અને આશુતોષના નામ છે.
આ પણ વાંચો:દિલ્હી કાંઝાવાલા કેસ: 7મા આરોપી અંકુશ ખન્નાએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ
કઈ કલમો લગાવાઈ: આઉટર દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર હરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, આરોપી દીપક ખન્ના, અમિત ખન્ના, કૃષ્ણા, મનોજ અને મિથુન ન્યાયિક કસ્ટડીમાં છે. જ્યારે આશુતોષ અને અંકુશ ખન્ના હજુ પણ કોર્ટમાંથી જામીન પર છે. ચાર્જશીટ મુજબ પોલીસે અમિત ખન્ના, ક્રિષ્ના, મિથુન અને મનોજ મિત્તલ વિરુદ્ધ IPCની કલમ 201/212/182/34/120B તેમજ 302 હેઠળ આરોપો લગાવ્યા છે. જ્યારે અન્ય આરોપીઓ પર 201/212/182/34/120B હેઠળ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો:Kanjhawala Case: 5 નહીં પણ 7 આરોપી, અમિત કાર ચલાવતો હતો, અંકુશની તપાસ ચાલું
શું હતો મામલો:દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં એક યુવતીનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો, જેણે બધાને ચોંકાવી દીધા હતા. પોલીસે આ મામલે વિવિધ પાસાઓથી તપાસ હાથ ધરી હતી. આવી સ્થિતિમાં હવે તમામ મુદ્દાઓને જોતા પોલીસે હવે આ ચાર્જશીટ તૈયાર કરી છે. જોકે, પ્રાથમિક તપાસમાં પોલીસ આ કેસમાં હળવી કલમો હેઠળ કાર્યવાહી કરી રહી હતી, પરંતુ સંબંધીઓના આક્રોશ અને ગૃહ મંત્રાલયની દરમિયાનગીરી બાદ પોલીસે આ કેસમાં હત્યાની કલમ 302 ઉમેરી હતી. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ચાર્જશીટ મૃતક અંજલિના પરિવારજનોને ન્યાય અપાવવામાં કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.