- રેસલર સુશીલ કુમારને પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા
- સુશીલ કુમારની દિલ્હીથી કરાઈ ધરપકડ
- સુશીલ કુમાર ઉપરાંત તેનો સાથી પણ પોલીસના હાથમાં
નવી દિલ્હી: સ્પેશિયલ સેલે 18 દિવસથી ફરાર સાગર મર્ડર કેસના આરોપી કુસ્તીબાજ સુશીલ કુમારની ધરપકડ કરી છે. સુશીલની મુંડકાથી ધરપકડ કરવામાં આવી છે. તેના પર એક લાખનું ઇનામ જાહેર કરાયું હતું. પોલીસે સુશીલના ભાગીદાર અજયની પણ ધરપકડ કરી છે. તેના પર પણ 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. સુશીલની ધરપકડ કરનારી વિશેષ સેલની ટીમમાં ઇન્સ્પેક્ટર શિવ કુમાર, ઈન્સ્પેક્ટર કરમવીર હતા, જેને ACP અતર સિંહ લીડ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: રેસલર સુશીલ કુમારને પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા
ફ્લેટ ખાલી જગ્યાના વિવાદમાં થઈ હતી હત્યા
થોડા દિવસો પહેલા સાગરનો સુશીલ સાથે વિવાદમાં થઈ ગયો હતો. જેના પર સુશીલે સાગરને તરત જ પોતાનો ફ્લેટ ખાલી કરવા જણાવ્યું હતું. સાગર તરત જ ફ્લેટ ખાલી કરવાનો ઇનકાર કરી દીધો અને આ મામલે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. 4 મેના રોજ સાગર અને તેના બે સાથીઓને આ બાબતે સમાધાન કરવા છત્રસાલ સ્ટેડિયમ પર બળજબરીથી લાવવામાં આવ્યા હતા, જ્યાં સુશીલ સાથે અન્ય કેટલાક રેસલર્સ હાજર હતા. તેની પાસે બંદૂક પણ હતી. અહીં આરોપ છે કે, સુશીલ અને તેના સાથીઓએ સાગર, અમિત અને સોનુને માર માર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ત્યાથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા પરંતુ પોલીસે એક આરોપી પ્રિન્સની ધરપકડ કરી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સાગર થોડા સમય બાદ મૃત્યુ પામ્યો હતો.
આ પણ વાંચો: સુશીલ કુમાર પર 1 લાખનું ઇનામ જાહેર કરાયું, કુસ્તીબાજની હત્યા કરવાનો આરોપ
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ, 4 મેના રોજ સાગર રેસલર અને તેના બે સાથી અમિત અને સોનુ મહેલને છત્રસાલ સ્ટેડિયમ ખાતે માર મારવામાં આવ્યો હતો. જેના કારણે હોસ્પિટલમાં સાગરનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધ્યો છે. FIR નોંધાયા બાદથી જ સુશીલ ફરાર હતો. તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની રોહિણી કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ નામંજૂર થઈ હતી. તેમજ તેની ધરપકડ પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું.