- દિલ્હીમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
- દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ
- આરોપીની ઓળખ 34 વર્ષીય સંમુગન તરીકે થઈ
નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના મયુર વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. DCP પ્રિયંકા કશ્યપે જણાવ્યું હતું કે, બાળકી સાથે દુષ્કર્મના કેસમાં પોક્સો, દુષ્કર્મ, એસસી-એસટી એક્ટ સહિત અનેક સંબંધિત કલમોમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
આરોપીની ઓળખ 34 વર્ષીય સંમુગન તરીકે થઈ
તેમજ હવે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીની ઓળખ 34 વર્ષીય સંમુગન તરીકે થઈ છે. તે પણ પરિણીત છે. આરોપી પીડિત યુવતીના પડોશમાં રહે છે.
બાળકીને વધુ સારી સારવાર માટે એમ્સમાં દાખલ કરવામાં આવી