- દિલ્હી પોલીસે અને દિલ્હી ATSએ સંયુક્ત કાર્યવાહી કરી 6 આતંકીની કરી ધરપકડ
- દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 6 શંકાસ્પદ આતંકવાદીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા
- સવારે આ તમામ આતંકવાદીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
નવી દિલ્હીઃદિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 6 શંકાસ્પદ આતંકવાદીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આજે સવારે આ તમામ આતંકવાદીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે તમામ આતંકવાદીઓને 14 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આપને જણાવી દઈએ કે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 14 સપ્ટેમ્બરે 6 શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના મતે, આમાંથી 2 આતંકવાદી પાકિસ્તાનથી આતંકી ટ્રેનિંગ લઈને પરત ફરી રહ્યા હતા. તેમના નિશાન પર દિલ્હી સહિત અનેક શહેર હતા. સ્પેશિયલ સેલના મતે, આ તમામ શંકાસ્પદને અંડરવર્લ્ડથી પૈસા મળતા હતા.
આ પણ વાંચો-અમૃતસરમાં આતંકવાદી કાવતરું! પોશ કોલોનીમાં હેન્ડ ગ્રેનેડ મળ્યું, પોલીસ-બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તપાસમાં લાગી
આતંકવાદીઓ મુંબઈ, દિલ્હી, ઉત્તરપ્રદેશના રહેવાસી
જે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં મુંબઈનો રહેવાસી જાન મોહમ્મદ શેખ ઉર્ફે સમીર કાલિયા, દિલ્હીના જામિયા નગરનો રહેવાસી ઓસામા ઉર્ફે સામી, ઉત્તરપ્રદેશના રાયબરેલીનો રહેવાસી મૂલચંદ ઉર્ફે સાધુ ઉર્ફ, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી જિશાન કમર, બહરાઈચનો રહેવાસી મોહમ્મદ અબુબકર અને લખનઉનો રહેવાસી મોહમ્મદ આમિર જાવેદ સામેલ છે.
આ પણ વાંચો-આતંકવાદીઓએ ફરી સુરક્ષાદળોને નિશાન બનાવ્યા, શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો
આતંકવાદીઓને ટ્રેનિંગ માટે મસ્કતથી પાકિસ્તાન મોકલાયા હતા
સ્પેશિયલ સેલના મતે, આમાંથી ઓસામા અને જિશાન છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનથી આતંકી ટ્રેનિંગ લઈને આવી રહ્યા હતા. તેમને મસ્કતના રસ્તાથી પાકિસ્તાન લઈ જવાયા હતા. આ બંને શંકાસ્પદો પાસેથી વિસ્ફોટક અને વિદેશી હથિયાર કબજે કરવામાં આવ્યા છે. આ શંકાસ્પદ આતંકવાદીઓને અનેક શહેરોમાં આતંકી હુમલા માટે ફન્ડિંગ કરવામાં આવી રહ્યું હતું. તેમના નિશાન પર અનેક હિન્દુવાદી નેતા હતા. તેમની યોજના દિલ્હી, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને અન્ય બીજા રાજ્યોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની હતી.