ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં વરસાદ, ભારે પવન સાથે 3 દિવસ વરસાદની આગાહી - weather news

રાજધાની દિલ્હીમાં સવારે હવામાનમાં પરિવર્તન આવ્યું હતું. ભારે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ-તોફાનનો આ રાઉન્ડ સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહી શકે છે.

delhi
delhi

By

Published : Mar 22, 2021, 11:38 AM IST

Updated : Mar 22, 2021, 12:03 PM IST

  • પશ્વિમી દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં થયો વરસાદ
  • હવામાન વિભાગે કહ્યું, 3 દિવસ થશે વરસાદ
  • 3 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં થશે ઘટાડો

નવી દિલ્હી: સોમવારની સવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં હવામાન રમણીય થઈ ગયું હતું. કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને જોતજોતામાં તો ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા આકરા તડકાને લીધે લોકોને આજે થોડીવાર માટે રાહત મળી હતી.

પશ્વિમી દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં થયો વરસાદ

પશ્ચિમ દિલ્હીમાં નવાડા, દ્વરકા મોડ, બાપરોલા, મોહન ગાર્ડન વગેરે વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. થોડા સમયમાં તો જોરદાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી-પાણીભરાઇ ગયું હતું, ત્યાં બીજી તરફ હવામાન પણ સુખદ બની ગયું હતું.

આ પણ વાંચો:હવામાન વિભાગ દ્વારા અગામી બે દિવસોમાં રાજ્યમાં હિટ વેવની આગાહી

હવામાન વિભાગે કહ્યું, 3 દિવસ થશે વરસાદ

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે પણ આ બાબતે સૂચના આપી છે કે, આગામી 3 દિવસમાં રાજધાની દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાઈ શકે છે. હવાની સાથે સાથે વરસાદ પણ થઇ શકે છે. તેની સાથે વરસાદ પડવાની સંભાવના છે.

3 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં થશે ઘટાડો

હવામાન વિભાગે કહ્યું છે કે, વરસાદનો આ રાઉન્ડ સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહી શકે છે. જેના કારણે મહત્તમ તાપમાનમાં પણ 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચો: હવામાન વિભાગ દ્વારા આગાહી, પાંચ દિવસમાં ગરમીમાં થશે વધારો

Last Updated : Mar 22, 2021, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details