ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં MCD ચૂંટણી માટે મતદાન શરૂ, CM કેજરીવાલે કરી અપીલ - bjp

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના તમામ 250 વોર્ડ માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. (MCD Election 2022 )એમસીડી ચૂંટણીમાં આજે 1.45 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

દિલ્હીમાં MCD ચૂંટણી માટે મતદાન શરૂ, CM કેજરીવાલે કરી અપીલ
દિલ્હીમાં MCD ચૂંટણી માટે મતદાન શરૂ, CM કેજરીવાલે કરી અપીલ

By

Published : Dec 4, 2022, 11:46 AM IST

દિલ્હી:દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના તમામ 250 વોર્ડ માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. (MCD Election 2022 )એમસીડી ચૂંટણીમાં આજે 1.45 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. એમસીડી ચૂંટણીમાં 1349 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. એમસીડી મતદાન માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામ 7મી ડિસેમ્બરે જાહેર કરાશે. એમસીડી ચૂંટણીમાં ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે કસાકસી છે.

કેજરીવાલે કરી અપીલ:દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું કે, આજે દિલ્હીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મતદાન થઈ રહ્યું છે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવવા મતદાન થઈ રહ્યું છે. દિલ્હીના તમામ લોકોને મારી અપીલ છે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પ્રામાણિક અને કાર્યકારી સરકાર બનાવવા માટે આજે જ તમારો મત આપવા જાઓ.

ચૂંટણી યોજાઇ હતી:દિલ્હી પોલીસના 40,000 જવાન, 20,000 હોમગાર્ડ અને સીએપીએફ, સીએપીની 108 કંપનીઓ તૈનાત છે. આ પહેલા વર્ષ 2017માં જ્યારે દિલ્હી મ્યૂનિ.ની ચૂંટણી યોજાઇ હતી ત્યારે ભાજપને 270માંથી 181 વોર્ડ પર જ્યારે આપને 48 વોર્ડ પર જીત મળી હતી.

ABOUT THE AUTHOR

...view details