ઈન્દોર:એક્સપ્રેસ વે જો સરળ હોય અને ટ્રાફિક ના મળે તો કોઇ પણ જગ્યાએ જવામાં સમસ્યા રહેતી નથી. જેને લઇને સરકાર સતત લોકોને સરળ અને સહેલો વે મળી રહે તે માટે તમામ પ્રયત્ન કરી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નવનિયુક્ત સચિવ અનુરાગ જૈને ગુરુવારે ઈન્દોરમાં જણાવ્યું હતું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ એક્સપ્રેસ વેનું ઉદઘાટન વર્ષ 2025ના પહેલા મહિનામાં થવાની શક્યતા છે.
મુંબઈનું અંતર માત્ર 12 કલાકમાં:જે માહિતી મળી રહી છે તે અનુસાર આ પછી દિલ્હીથી મુંબઈનું અંતર માત્ર 12 કલાકમાં કાપવું શક્ય બનશે. તેમણે કહ્યું કે હવે દિલ્હીથી મુંબઈ જવા માટે રોડ માર્ગે 24 કલાક લાગે છે. આ રીતે એક્સપ્રેસ વે શરૂ થયા બાદ આ સમય અડધો થઈ જશે. ડિસેમ્બર 2024ની આસપાસ આ પ્રોજેક્ટના તમામ વિભાગોમાં કામ પૂર્ણ કરવામાં આવશે.
લાંબા રસ્તાઓ:એમપીમાં 7,700 કિલોમીટર લાંબા રસ્તાઓ બનાવવામાં આવશે તેવી માહિતી અનુરાગ જૈને આપી હતી.વધુમાં જણાવ્યું હતું કે આઠ લેનનો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે મહત્તમ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.મીડિયા સાથે વાતચીત કરતા પહેલા જૈને તેમના વિભાગના મધ્યપ્રદેશમાં રૂ. 26,000 કરોડના ચાલી રહેલા નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. તેમણે માહિતી આપી હતી કે આ પ્રોજેક્ટ્સ હેઠળ રાજ્યમાં કુલ 7,700 કિલોમીટર લાંબા રસ્તાઓનું નિર્માણ થવાનું છે.