નવી દિલ્હીઃરાજનિવાસના અધિકારીઓએ જણાવ્યું છે કે શુક્રવારે એલજીએ ગુરૂ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી અને દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીને નરેલામાં કેમ્પસ બનાવવા માટે 25 એકર જમીન ફાળવણીની મંજૂરી આપી છે. એલજી દ્વારા અપાયેલી મંજૂરીનો મુખ્ય અભિગમ યુનિવર્સિટી પોતાનું કાર્ય અનુકૂળ વાતાવરણમાં કરી શકે તે ઉપરાંત વિદ્યાર્થીઓને યોગ્ય મોકળાશમાં અભ્યાસ પૂરો પાડવાનો છે. આ ઉપરાંત એલજી માને છે કે જો નરેલા વિસ્તારમાં બે યુનિવર્સિટીના કેમ્પસ બનશે તો આ વિસ્તારનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે.
ગુરૂ ગોવિંદ યુનિ.ની માંગઃ ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી (GGSIPU)ને ઓછી જગ્યાની બહુ ગંભીર સમસ્યા હતી. તેથી આ યુનિવર્સિટીએ ડીડીએને પત્ર લખીને ઉત્તરીય વિસ્તારમાં કેમ્પસ બનાવવા માટે જમીનની માંગણી કરી હતી. તેમજ નરેલામાં સ્ટાફ અને સ્ટુડન્ટ્સના એકોમોડેશન માટે ફ્લેટની પણ માંગણી કરી હતી.