- દિલ્હી જામિયા હિંસાના એક કેસમાં શરજિલ ઈમામને મળ્યા જામીન
- સાકેત કોર્ટે શરજિલ ઈમામને 25,000 રૂપિયાના બોન્ડ પર મુક્ત કરવાનો આપ્યો આદેશ
- ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિનેશ કુમારે જામીન આપવાનો આદેશ કર્યો હતો
નવી દિલ્હીઃ દિલ્હીની સાકેત કોર્ટે ડિસેમ્બરે 2019માં જામિયા હિંસાના આરોપી શરજિલ ઈમામને એક કેસમાં જામીન મળ્યા (UAPA ACCUSED SHARJEEL IMAM GETS BAIL) છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિનેશ કુમારે જામીન આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે,શરજિલ ઈમામની તપાસ દરમિયાન ધરપકડ કરવામાં નહતી આવી. આ માટે તેઓ જામીનના હકદાર છે. કોર્ટે શરજિલ ઈમામને 25,000 રૂપિયાના બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. શરજિલ ઈમામ સામે 13 અને 14 ડિસેમ્બર 2019ના દિવસે જામિયા યુનિવર્સિટીમાં હિંસા કરવાનો આક્ષેપ છે.
આ પણ વાંચો-અનિલ દેશમુખ આજે કોર્ટમાં હાજર થશે, મની લોન્ડરિંગ કેસમાં EDની કસ્ટડી પૂરી થઈ
શરજિલ ઈમામનું ભાષણ વિભાજનકારી હોવાનો આક્ષેપ
આ મામલામાં 14 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની ધારા 143, 147, 148, 149, 186, 353, 332, 333, 308, 427, 435, 323, 341, 120 બી અંતર્ગત FIR નોંધવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, સાકેત કોર્ટે 22 ઓક્ટોબરે એક કેસમાં શરજિલ ઈમામની જામીન અરજી રદ (Saket court granted bail to Sharjeel Imam) કરી દીધી હતી. એડિશનલ સેશન્સ જજ અનુજ અગ્રવાલે કહ્યું હતું કે, શરજિલ ઈમામનું ભાષણ વિભાજનકારી (Sharjil Imam's divisive speech) હતું, જે સમાજમાં શાંતિ અને સોહાર્દને અસર કરનારું હતું. આ નિર્ણયને શરજિલ ઈમામે હાઈકોર્ટમાં પડકાર્યો છે.