ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Contempt Of Court: હાઈકોર્ટના જજને ફાંસીની સજાની માંગ કરનાર વ્યક્તિને છ મહિનાની કેદ - Contempt Of Court

દિલ્હી હાઈકોર્ટે આ વ્યક્તિને કોર્ટની અવમાનના બદલ છ મહિનાની જેલની સજા ફટકારી છે. કોર્ટે વ્યક્તિ પર 2000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. Court sentences man to six months imprisonment, delhi high court

DELHI HIGH COURT SENTENCES MAN TO SIX MONTHS IMPRISONMENT FOR CONTEMPT OF COURT
DELHI HIGH COURT SENTENCES MAN TO SIX MONTHS IMPRISONMENT FOR CONTEMPT OF COURT

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 3:19 PM IST

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે એક વ્યક્તિને છ મહિનાની જેલની સજા ફટકારી છે. એક વ્યક્તિએ કોર્ટ પાસે માંગ કરી હતી કે તેની અરજી ફગાવી દેનાર જજને મૃત્યુદંડની સજા થવી જોઈએ. આના પર જસ્ટિસ શૈલેન્દર કૌર અને જસ્ટિસ સુરેશ કુમાર કૈતની ડિવિઝન બેંચે કહ્યું કે નરેશ શર્મા નામના વાદી, જેમની સામે ઓગસ્ટમાં અપરાધિક અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, તેને પોતાના કાર્યો અને વર્તન માટે કોઈ પસ્તાવો નથી. ડિવિઝન બેન્ચે કહ્યું કે અમે કોર્ટની અવમાનના કાયદા, 1971 હેઠળ અપરાધીને દોષિત માનીએ (Court sentences man to six months imprisonment) છીએ.

છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી:ડિવિઝન બેન્ચે કહ્યું કે પરિણામે તેને રૂ. 2,000નો દંડ અને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમજ દંડ ન ભરે તો સાત દિવસની વધારાની સજા ભોગવવી પડશે. વાદી નરેશ શર્માને કસ્ટડીમાં લઈ તિહાર જેલ હવાલે કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો (Court sentences man to six months imprisonment) હતો.

દિલ્હી હાઈકોર્ટ પર આરોપ: ડિવિઝન બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે તેમની ફરિયાદમાં નરેશ શર્માએ સિંગલ જજને ચોર કહેવાની સાથે એ પણ કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટ ગુનાહિત પરિસ્થિતિને વધુ જટિલ બનાવવામાં સામેલ છે.

કોર્ટની ટકોર:બેન્ચે જણાવ્યું હતું કે, દેશના જવાબદાર નાગરિકો તરીકે, દરેક વ્યક્તિએ કોર્ટની ગરિમા અને કાયદાની ન્યાયિક પ્રક્રિયાને જાળવી રાખીને સભ્ય રીતે તેમની ફરિયાદો રજૂ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.

  1. SC on Electoral Bonds: સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે વિવાદાસ્પદ ઈલેક્ટોરલ બોન્ડ સંદર્ભે સુનાવણી થઈ હતી, આજે સુનાવણીનો બીજો દિવસ
  2. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આપવામાં આવેલા આગોતરા જામીનમાં દખલ કરવાનો ઇનકાર કર્યો

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details