ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Newsclick Case : ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો - Arrest of prabir purkayastha

ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ અને એચઆર હેડ અમિત ચક્રવર્તીને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે યુએપીએ કેસમાં તેમની ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી છે.

Newsclick Case : ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો
Newsclick Case : ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 6:56 PM IST

નવી દિલ્હી : દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલા યુએપીએ કેસમાં ધરપકડ અને રિમાન્ડને પડકારતી ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ અને એચઆર વડા અમિત ચક્રવર્તી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ફગાવી દીધી છે. આ સાથે જસ્ટિસ તુષારરાવ ગેડેલાની ખંડપીઠે બંનેના સાત દિવસના પોલીસ રિમાન્ડ યથાવત રાખ્યા હતાં.

બંને તિહાર જેલમાં બંધ : ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીના પોલીસ રિમાન્ડ 10 ઓક્ટોબરે જ પૂરા થઇ ગયાં હતા. જે બાદ પટિયાલા હાઉસ કોર્ટે બંનેને 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતાં. હવે આ સમયગાળો 20 ઓક્ટોબરે સમાપ્ત થશે. હાલ આ બંને તિહાર જેલમાં બંધ છે. છેલ્લી સુનાવણીમાં દિલ્હી હાઈકોર્ટે બંને પક્ષકારોની વિગતવાર સુનાવણી કર્યા પછી ધરપકડ અને પોલીસ રિમાન્ડ અંગે દાખલ કરેલી અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ધરપકડના આધારને પડકારાયો હતો :દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ન્યૂઝક્લિક એડિટર અને એચઆર હેડને તેમની સામે નોંધાયેલા યુએપીએ કેસમાં અટકાયતમાં લેવા માટે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી રિમાન્ડ અરજીમાં ધરપકડના આધારને સામેલ કરવામાં દિલ્હી પોલીસની નિષ્ફળતા અંગે ટૂંકમાં પ્રશ્ન કર્યો હતો.

કોર્ટે શું કહ્યું : જસ્ટિસ તુષાર રાવ ગેડેલાએ કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ આ સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ હોવાનું જણાય છે. સંભવતઃ નિર્દેશકોના કેસમાં સર્વોચ્ચ અદાલતના નિર્ણયનો ઉલ્લેખ છે. સ્વાભાવિક છે કે રિમાન્ડ માટેની અરજીમાં તમે ધરપકડ માટેનું કારણ જણાવતા નથી. કોર્ટ ન્યૂઝક્લિકના એડિટર અને તેના એચઆર હેડની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં તેમની ધરપકડ, રિમાન્ડ અને તેમની સામે ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળના કેસમાં દાખલ કરાયેલ એફઆઈઆરને પડકારવામાં આવી હતી.

ચીનમાંથી ફંડિંગનો આરોપ : ન્યૂયોર્ક ટાઈમ્સના એક લેખમાં કરાયેલા આરોપોને પગલે ન્યૂઝક્લિકના સ્થાપક પુરકાયસ્થ અને એચઆર હેડ અમિત ચક્રવર્તીની શ્રેણીબદ્ધ દરોડા પછી ધરપકડ કરવામાં આવી હતી. એવા આક્ષેપ કરવામાં આવ્યાં છે કે ન્યૂઝક્લિકને ચીની પ્રચારને પ્રોત્સાહન આપવા માટે ચૂકવણી કરવામાં આવી રહી હતી. બુધવારે વહેલી સવારે બંનેને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતાં.

  1. Delhi high court Newsclick: ન્યૂઝક્લિકનાં સંસ્થાપક અને HR વડાની પોલીસ રિમાન્ડ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી, કોર્ટે ચુકાદો રાખ્યો અનામત
  2. Journalism: A Cornerstone of Public Welfare : પત્રકારત્વ: જનકલ્યાણના પાયાનો પથ્થર
  3. Delhi Crime News: દિલ્હી પોલીસે ન્યૂઝક્લિકની ઓફિસ પર છાપો મારી સીલબંધ કરી

ABOUT THE AUTHOR

...view details