- સુશાંત સિંહ રાજપૂત મર્ડર કેસ
- સુશાંતના જીવન પર ફિલ્મ અંગેની યાચિકા હાઇકોર્ટે નકારી
- પિતા અરજી સાથે જશે સુપ્રીમ કોર્ટમાં
નવી દિલ્હી/પટના: દિલ્હી હાઇકોર્ટે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના જીવન આધારિત કોઇ ફિલ્મ કે ડૉક્યૂમેન્ટ્રી બનાવવા પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ નરૂલાએ સુશાંત સિંહ રાજપૂતના પિતા કૃષ્ણા કિશોર સિંહની યાચિકાને રદ્દ કરી દીધી છે. કોર્ટે આ મામલે બંને પક્ષની દલીલો સાંભળીને 2જી જૂને ચુકાદો અનામત રાખી લીધો હતો.
સુશાંતના જીવન પર બનતી ફિલ્મ મામલે દિલ્હી હાઇકોર્ટે યાચિકાએ કરી રદ્દ ફિલ્મનો સુશાંતના જીવન સાથે કોઇ જ સંબંધ નથી
સુનવણી દરમ્યાન ફિલ્મ શશાંકના નિર્માતાની તરફથી વકીલે જમાવ્યું હતું કે ફિલ્મનું સુશાંતના જીવન સાથે કોઇ જ સંબંધ નથી. છેલ્લા 22 એપ્રિલે ફિલ્મ શશાંકના નિર્માતાએ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરી દીધો હતો. ફિલ્મ નિર્માતાની તરફથી કહેવામાં આવ્યું હતું કે આવી ફિલ્મો બનવી જોઇએ.
વધુ વાંચો:સુશાંત સિંહ રાજપૂતની ડ્રગ કેસમાં ઘરના નોકરોને NCBએ સમન્સ પાઠવ્યું હતું
દિલ્હી હાઇકોર્ટને સુનવણીનો ક્ષેત્રાધિકાર નથી
વકીલે વધુમાં જણાવ્યું હતું કે શશાંક ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અથવા તેમના પરીવાર જનોના સાથે કોઇ જ સંબંધ નથી. દિલ્હી હાઇકોર્ટને આ મુદ્દે સુનવણીનો કોઇ જ અધિકાર નથી કેમકે સુશાંતના મૃત્યુ સાથે જોડાયેલા તમામ કેસ મુંબઇમાં ચાલી રહ્યાં છે.
સુશાંતના જીવન પર બનતી ફિલ્મ મામલે દિલ્હી હાઇકોર્ટે યાચિકાએ કરી રદ્દ ઇટીવીએ સુશાંતના પિતા સાથે કરી વાત
ઇટીવી ભારતના પટના બ્યુરો ચીફ અમિત ભેલારીએ સુશાંત સિંહ રાજપૂતના પિતા સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે તેમને આ મામલે સંપૂર્ણ માહિતીતો નથી પણ તેઓ આ અંગે સુપ્રીમ કોર્ટ સુધી જશે. 20 એપ્રિલે હાઇકોર્ટે સુશાંત સિંહ રાજપૂતના પિતાની અરજીને ધ્યાનમાં રાખીને ફિલ્મ નિર્માતાને નોટીસ પાઠવવામાં આવી હતી. ફિલ્મ કે ડૉક્યુમેન્ટ્રી બનાવનારા લોકો સુશાંત અને તેના પરીવારની છબીને ધ્યાનમાં રાખ્યા સિવાય નામ કમાવવા ઇચ્છે છે.
વધુ વાંચો:સુશાંત સિંહ રાજપૂત કેસ પર રામ ગોપાલ વર્મા બનાવશે ફિલ્મ
સેલિબ્રિટીને પોતાનું અંતગ જીવન છે
યાચિકામાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોઇ પણ સેલિબ્રીટીને પોતાનું અંગત જીવન જીવવાનો હક છે. સુશાંતના જીવન અને કિસ્સાઓ પર તેના પરીવારના કોપીરાઇટ છે. જો કોઇ ફિલ્મ મેકર અથવા નિર્માતા તેમનું ઉલ્લંઘન કરશે તો અરજીમાં સુશાંતના પિતાએ બે કરોડનો દંડ લગાવવામાં આવશે.