નવી દિલ્હી:દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC Cricket legue 2022) પર સ્ટે આપવાનો ઇન્કાર કરતા કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ ક્રિકેટની રમત પર કોપીરાઈટનો (Copyright Act) દાવો કરી શકે નહીં, જેમાં ઇનિંગ્સ અને ઓવરના બહુવિધ સંયોજનો છે.
LLCના ક્રિકેટના આયોજકો પર આરોપ
એક વ્યક્તિ દ્વારા અરજી દાખલ કરી હતી, જેમાં દાવો કરાયો હતો કે તેણે નિવૃત્ત અનુભવી ખેલાડીઓને દર્શાવતી ટૂર્નામેન્ટનો વિચાર તૈયાર કર્યો હતો, જેના પર કોર્ટે ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ આશા મેનનએ જણાવ્યું હતું કે, અરજદાર સમીર કંસલ પ્રથમ દૃષ્ટિએ વચગાળાની રાહત માટે કેસ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેમના ખ્યાલમાં કોઈપણ વિશેષતા હોવાનું જણાતું નથી. સમીરે પ્રતિવાદી લિજેન્ડ્સ લીગ ક્રિકેટના આયોજકો પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેના વિચારની ચોરી કરી હતી.
ન્યાયાધીશે કહ્યું કે, વાદીનો અભિપ્રાય લાંબા સમયથી સાર્વજનિક રૂપમાં મોજૂદ
ન્યાયાધીશે કહ્યું કે, વાદીનો અભિપ્રાય લાંબા સમયથી સાર્વજનિક રૂપમાં મોજૂદ છે, તેના ઉપર કોઈપણ અભિપ્રાય પર કોઈ વિશિષ્ટ અધિકારનો દાવો કરી શકે નહીં. LLCની પ્રથમ ટુર્નામેન્ટ 20 જાન્યુઆરીના રોજ ઓમાનની ધરતી પર રમાઈ હતી. જસ્ટિસ મેનને એ પણ અવલોકન કર્યું હતું કે, "લીજેન્ડ્સ લીગ ક્રિકેટનું ફોર્મેટ તેની યોજનાથી ઘણું અલગ છે અને પ્રતિવાદી આયોજકો વાદીના કોઈપણ વિચારો અથવા ડ્રાફ્ટની નકલ કરતા નથી."
દિલ્હી હાઈકોર્ટે આપ્યો આદેશ