- દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી
- કોરોનામાં અનાથ થયેલા બાળકોની સુરક્ષા અંગે PIL દાખલ કરાઇ
- બાળકોની સંભાળ રાખવાની જવાબદારી સગા સંબંધીને આપવા અરજી
નવી દિલ્હી : સોમવારે દિલ્હી હાઇકોર્ટે કોરોનાની કારણે અનાથ થયેલા બાળકોની સુરક્ષા માટે દાખલ કરાયેલી PILની અરજીની સુનાવણી કરી હતી. હાઇકોર્ટે આ મામલે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે.
આ પણ વાંચો : કેજરીવાલને હાઈકોર્ટેની ફટકાર, કહ્યું- તમે સ્થિતિ સંભાળી શકતા ન હોય તો કહો, અમે કેન્દ્રને જવાબદારી આપશું
યુગલોના મોતને કારણે બાળકો અનાથ થઇ ગયા
કોરોના સંક્રમણનેે કારણે ઘણા લોકોનાં મોત થયા છે. ઘણા યુગલોના મોતને કારણે બાળકો અનાથ થઇ ગયા છે. ઘણા પરિવારોમાં ફક્ત નાના બાળકો જ બાકી રહ્યા છે. આવા કેસમાં અનાથ બાળકોની સંભાળ રાખવાની જવાબદારી સગા સંબંધીને આપવાની અરજી કરવામાં આવી હતી. આ પછી કોર્ટે આ મામલે કેન્દ્ર અને દિલ્હી સરકાર બન્નેને નોટિસ ફટકારી છે.
આ પણ વાંચો : દિલ્હી હાઈકોર્ટે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા તોફાનના આરોપી શાહરુખ પઠાણની જામીન અરજી ફગાવી