ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi High Court Decision: અન્ય સ્ત્રી સાથે રહેવું તેને પતિની ક્રુરતા ગણી છુટાછેડા ન આપવા તે યોગ્ય નથીઃ દિલ્હી હાઈ કોર્ટ - છુટાછેડામાં વિલંબ

દિલ્હી હાઈ કોર્ટે એક છુટાછેડાના કેસમાં ફેમિલિ કોર્ટનો નિર્ણય માન્ય રાખ્યો છે. પત્નીની દલીલ નકારી કાઢી છે અને ફેમિલિ કોર્ટે આપેલા છુટાછેડા માન્ય રાખ્યા છે. હાઈ કોર્ટે કહે છે કે છુટાછેડા વિલંબથી મળે અને પત્ની સાથે રહેતી ન હોય તે સમય દરમિયાન પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે તેને ક્રુરતા ન ગણી શકાય. પત્ની દ્વારા પતિ પર બીજા લગ્નનો આરોપ લગાડવામાં આવ્યો હતો. કોર્ટે બીજા લગ્નના કોઈ નક્કર પુરાવા ન હોવાનું જણાવી પતિના પક્ષમાં ચુકાદો આપ્યો છે.

દિલ્હી હાઈ કોર્ટે પતિના પક્ષમાં આપ્યો ફેંસલો
દિલ્હી હાઈ કોર્ટે પતિના પક્ષમાં આપ્યો ફેંસલો

By PTI

Published : Sep 15, 2023, 7:04 PM IST

નવી દિલ્હીઃ ન્યાયાધિશ સુરેશકુમાર કૈત અને ન્યાયાધિશ નીના બંસલ કૃષ્ણાની સંયુક્ત બેન્ચે કહ્યુંકે પત્ની દ્વારા ગુનાહીત મામલે ક્રુરતાના આરોપો છુટાછેડાની પ્રક્રિયામાં પ્રમાણિત કરવામાં આવે. સંયુક્ત બેન્ચ ઉમેરે છે કે પતિ વિરૂદ્ધ અલગ અલગ એજન્સીઓમાં લગાડેલા અસ્પષ્ટ આરોપો સાથે કરવામાં આવેલી ફરિયાદો ક્રુરતા સિવાય બીજુ કશું નથી.

લગ્નના પહેલા દિવસથી જ થતો હતો કંકાસઃ હાઈ કોર્ટે હિન્દુ લગ્ન અધિનિયમ, 1955ની ધારા 13(1)(આઈએ) અંતર્ગત પત્ની દ્વારા ક્રુરતાના આધારે પતિને છુટાછેડા આપતા ફેમિલિ કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો છે. સંયુક્ત બેન્ચ જણાવે છે કે બંને પક્ષકારોના લગ્ન ડીસેમ્બર 2003માં થયા હતા પરંતુ ડે ઓફ ફર્સ્ટથી જ તેમના લગ્ન કાંટાળી બની ગઈ હતી.

ચાલુ અદાલતે જ પત્નીએ કર્યો હતો ઝઘડોઃ પતિએ દાવો કર્યો કે તેની પત્ની ઝઘડાળુ મહિલા છે. જે ઘરે આવનારા સંબંધીઓનું બિલકુલ સન્માન કરતી નહતી. ઘરનું કામ પણ બરોબર કરતી નહતી. 2011માં અદાલતની કાર્યવાહી દરમિયાન પત્નીએ પતિ અને તેના પરિવારને જેલમાં મોકલવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. 13મી સપ્ટેમ્બરે ન્યાયાધિશ નીના બંસલ ક્રિષ્ણાના નિવેદનને સંયુક્ત બેન્ચે ધ્યાને લીધું હતું જેમાં પત્ની તરફથી દાખલ કરવામાં આવેલા ગુનાથી પતિનું જીવન કેવું છિન્ન ભિન્ન થઈ જાય છે તેનો ઉલ્લેખ કર્યો હતો.

બીજા લગ્નના કોઈ નક્કર પુરાવા નહતાઃ કોર્ટે કહ્યું કે છુટાછેડા લેવામાં વિલંબ થાય અને પતિ અન્ય સ્ત્રી સાથે રહેવા લાગે તે પત્ની પ્રત્યે પતિની ક્રુરતા નથી. કોર્ટે કહ્યું કે પતિએ બીજા લગ્ન કર્યા હોય તેવો કોઈ પુરાવો પત્ની રજૂ કરી શકી નથી. તેમજ પતિએ ફેમિલિ કોર્ટમાં છુટાછેડાની અરજી કરી તે યોગ્ય છે. ફેમિલિ કોર્ટે આપેલો ચુકાદો પણ યોગ્ય જ છે. પત્નીએ પતિએ બીજા લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો છે પરંતુ કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. આ બાબતને કોર્ટે ધ્યાને લીધી છે.

  1. નિર્ભયા કેસ : દોષી વિનય શર્માએ દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા
  2. Tejashwi Yadav Case: તેજસ્વી યાદવની વધી શકે છે મુશ્કેલીઓ, 10 સાક્ષીઓએ કોર્ટ સમક્ષ આપી જુબાની

ABOUT THE AUTHOR

...view details