- દિલ્હીમાં કોરોનાની સ્થિતિ એકદમ ભયાનક
- દિલ્હી હાઈકોર્ટે નમાઝ માટે આપ્યો મહત્વપૂર્ણ નિર્ણય
- નિઝામુદ્દીન મરકઝ પર નમાઝ કરવા માટે આપી મંજૂરી
નવી દિલ્હી: રાજધાનીના નિઝામુદ્દીન મરકઝમાં દિલ્હી હાઈકોર્ટે નમાઝ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. અદાલતે 50 લોકોને એક સમયે નિઝામુદ્દીન મરકઝ પર નમાઝ કરવા માટે મંજૂરી આપી છે. જસ્ટિસ મુક્તા ગુપ્તાની બેન્ચે કહ્યું કે, કોરોના અંગે દિલ્હી સરકારે 10 એપ્રિલે જારી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના તમામ ઓર્ડર લાગુ થશે
કોર્ટે કહ્યું કે, કોરોના સંબંધિત દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ નિઝામુદ્દીનને પણ લાગુ પડશે. જણાવવામાં આવે છે કે, નમાઝ કરવા માટે અત્યાર સુધી માત્ર 5 લોકોને મરકઝ પર જવાની મંજૂરી હતી.
આજે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકાનું સમયાંતરે પાલન કરવું જોઈએ. આવી સ્થિતિમાં કોર્ટે કહ્યું કે, તમામ ધાર્મિક સ્થળો માટે આપવામાં આવેલી માર્ગદર્શિકા નિઝામુદ્દીન મરકઝને પણ લાગુ પડશે.
આ પણ વાંચો:રમઝાન ઈદ નિમિત્તે પોરબંદર ઈદગાહ પર માત્ર 4 લોકોએ જ નમાજ અદા કરી