નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા (smriti irani defamation case) નાગરિક માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને સમન્સ પાઠવ્યા છે. કેન્દ્રીય પ્રધાન ઈરાનીએ તેના અને તેની પુત્રી પર કથિત રીતે પાયાવિહોણા આરોપો લગાવવા બદલ 2 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન માંગ્યું છે.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટેનો નિર્ણય: પિતાના મૃત્યુ પછી બાળકના નામને લઈને માતાને આપ્યો આ અધિકાર
ફોટોગ્રાફ્સ હટાવવાનો નિર્દેશ:જસ્ટિસ મીની પુષ્કર્ણાએ કોંગ્રેસના (delhi hc smriti irani defamation case) નેતાઓને ઈરાની અને તેની પુત્રી સામેના આરોપોના સંદર્ભમાં સોશિયલ મીડિયામાંથી ટ્વીટ, રીટ્વીટ, પોસ્ટ, વિડિયો અને ફોટોગ્રાફ્સ હટાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, જો પ્રતિવાદીઓ 24 કલાકની અંદર તેના નિર્દેશોનું પાલન ન કરે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબએ પોતે સંબંધિત સામગ્રીને દૂર કરવી જોઈએ.
આ પણ વાંચો:યુકેમાં કેરળના એન્જિનિયરે લોકડાઉનનો ઉપયોગ કરી બનાવ્યું પ્લેન અને હવે...
ગેરકાયદે બાર ચલાવવાનો આરોપ: કોંગ્રેસે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં "ગેરકાયદે બાર" ચલાવવાનો આરોપ લગાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી હતી. જે બાદ ઈરાનીએ આ કાયદાકીય કાર્યવાહી કરી હતી.