નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારાદાખલ કરવામાં આવેલી PILને ફગાવી (Delhi HC dismisses Subramanian Swamys PIL) દીધી હતી, જેમાં એર ઈન્ડિયા ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને (Air India Disinvestment Process) રદ કરવાની માગ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડી. એન. પટેલ અને જસ્ટિસ જ્યોતિસિંહની ડિવિઝન બેન્ચે આ અરજી ફગાવી દીધી હતી.
આ પણ વાંચો-Invest in Digital Gold: ડિજિટલ ગોલ્ડ રોકાણનો સારો વિકલ્પ છે કે નહીં, નિષ્ણાતો શું કહે છે, જુઓ
બિડિંગ પ્રક્રિયામાં ચેડા થયા હોવાનો સ્વામીનો આક્ષેપ
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કંપનીએ એર ઈન્ડિયા માટે બિડ જીત્યા (Air India Bidding) બાદ સરકારે ટાટા ગૃપ સાથે 18,000 કરોડ રૂપિયાના શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સુબ્રમણ્યમ સ્વામીએ (Subramaniam Swamy's PIL against Air India) PILમાં આરોપ મૂક્યો હતો કે, બિડિંગ પ્રક્રિયા (Air India Bidding) મનસ્વી, ભ્રષ્ટ, જાહેર હિતની વિરુદ્ધ હતી અને ટાટા જૂથની તરફેણમાં છેડછાડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો-Ujala LED Programme: IIM અમદાવાદ અને હાર્વર્ડમાં 'ઉજાલા યોજના'ની સફળતા વિશે શિક્ષા અપાશે
આ પ્રક્રિયામાં માત્ર એક જ બીડર હતોઃ સ્વામી
ભાજપ સાંસદની અરજીમાં (Subramaniam Swamy's PIL against Air India) ઉમેર્યું હતું કે, આ પ્રક્રિયામાં વ્યવહારિક રીતે માત્ર એક જ બિડર હતો. કારણ કે, બીજો બિડર સ્પાઈસ જેટના માલિકની આગેવાની હેઠળનું એક કન્સોર્ટિયમ હતું, જેની સામે મદ્રાસ હાઈકોર્ટમાં નાદારીની કાર્યવાહી ચાલી રહી હતી.
ડિસઈન્વેસ્ટમેન્ટ એ એક નીતિગત નિર્ણય છેઃ તુષાર મહેતા
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દાવો કર્યો હતો કે, ડિસઈન્વેસ્ટમેન્ટ એ એક નીતિગત નિર્ણય (Air India Disinvestment Process) હતો, જે એર ઈન્ડિયાને થતા મોટા નુકસાનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, વર્ષ 2017માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જ્યારે પણ ડિસઈન્વેસ્ટમેન્ટ (Air India Disinvestment Process) થશે. તે તારીખ સુધી સરકાર નુકસાન સહન કરશે અને તે તારીખ પછી બિડર નુકસાન (Air India Disinvestment Process) સહન કરશે.
આ પ્રક્રિયા પેન્ડિંગ ન રાખવા વરિષ્ઠ એડવોકેટે કરી વિનંતી
તેમણે એ પણ ધ્યાન દોર્યું હતું કે, સ્પાઈસ જેટ ક્યારેય કન્સોર્ટિયમનો ભાગ હતું જ નહીં અને આમ, તેની સામેની કાર્યવાહી ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા (Air India Disinvestment Process) માટે અપ્રસ્તુત છે. તો ટાટા ગૃપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેએ કોર્ટને વિનંતી કરી હતી કે, પ્રક્રિયાને (Air India Disinvestment Process) પેન્ડિંગ ન રાખવામાં આવે. કારણ કે, તેમાં મોટા વ્યવહારો સામેલ છે.