- દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક
- દિલ્હી સરકારે એક અઠવાડિયા સુધી લોકડાઉન લંબાવ્યું
- લોકડાઉનનો હેતુ કેસની સંખ્યાને અંકુશમાં લેવાનો છે
નવી દિલ્હી: દિલ્હીમાં ટૂંકા ગાળાના લોકડાઉન થવા છતાં કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. સૂત્રો દ્વારા શનિવારે માહિતી મળી હતી કે, કોરોનાની સ્થિતિમાં દિલ્હી સરકાર લોકડાઉનને થોડા વધુ એક અઠવાડિયા સુધી લોકડાઉન યથાવત રાખ્યું છે.
આ પણ વાંચો:દિલ્હીમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 357ના મૃત્યુ
સંક્રમણની કડી તોડવા લોકડાઉનની ઘોષણા
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 19 એપ્રિલના રોજ 6 દિવસના લોકડાઉનની ઘોષણા કરી હતી. જે સોમવારે સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ લોકડાઉન સંક્રમણની કડી તોડવા અને આરોગ્ય માળખાંને મજબૂત બનાવવા માટે અમલમાં મુકવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:વડાપ્રધાન સાહેબ, દિલ્હીનો મુખ્યપ્રધાન હોવા છતા હું લાચારઃ કેજરીવાલ
લોકડાઉન હજી એક અઠવાડિયા લંબાવાઈ શકે છે
દિલ્હી સરકારના સૂત્રએ જણાવ્યું હતું કે, ટૂંકા ગાળાના લોકડાઉનનો હેતુ કેસની સંખ્યાને અંકુશમાં લેવાનો હતો. આ ઉપરાંત, આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે સમય પણ મેળવવાનો હતો. જોકે, સંજોગો દિવસેને દિવસે ખરાબ થતા જાય છે. આવી સ્થિતિમાં, લોકડાઉન બીજા અઠવાડિયા સુધી લંબાવવું એ એક શક્ય વિકલ્પ છે.