ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM Kejriwal: કેજરીવાલના ઘરે પડી શકે EDના દરોડા, AAP સાંસદ અને મંત્રીએ વ્યક્ત કરી આશંકા - undefined

EDના ત્રીજા સમન્સ પર પણ હાજર ન થવા બદલ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ઘણા મંત્રીઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે હવે દિલ્હી સરકારના મંત્રી આતિશી અને સૌરભ ભારદ્વાજ વગેરેએ શક્યતા વ્યક્ત કરી છે કે, ગુરુવારે તેમના નિવાસસ્થાને EDના દરોડા પડી શકે છે.

કેજરીવાલના ઘરે પડી શકે EDના દરોડા
કેજરીવાલના ઘરે પડી શકે EDના દરોડા

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 8:26 AM IST

નવી દિલ્હી: દિલ્હી શરાબ કૌભાંડ મામલે ED દ્વારા મોકલવામાં આવેલા ત્રીજા સમન્સ પર પણ બુધવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પૂછપરછ માટે ગયા ન હતા. ત્યાર બાદ બુધવારે મોડી રાત્રે આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠક અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશીએ પોતપોતાના સૂત્રોને ટાંકીને કહ્યું કે, ED ગુરુવારે સવારે કેજરીવાલના ઘરે દરોડા પાડી શકે છે. તેમણે સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડનો ભય પણ વ્યક્ત કર્યો છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે 'X' પર લખ્યું,કે, 'સાંભળ્યું છે કે ED ગુરુવારે સવારે મુખ્યમંત્રી કેજરીવાલના ઘરે જઈને તેમની ધરપકડ કરશે.'

કેજરીવાલના EDને સવાલ: હકીકતમાં, બુધવારે ત્રીજા સમન્સ પર પણ સીએમ અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા અને સમન્સને ગેરકાયદે ગણાવીને તેમણે EDને કેટલાંક પ્રશ્નો કર્યા હતાં. ED દ્વારા મોકલવામાં આવેલા ત્રીજા સમન્સ પર હાજર થવાને બદલે તેમણે બુધવારે સમન્સનો જવાબ મોકલી આપ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે, 'મને આશ્ચર્ય થાય છે કે તમે મારા દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓનો જવાબ ન આપ્યો અને ફરીથી અગાઉના સમન્સ જેવું જ સમન્સ મોકલ્યું. તેથી, હું માનું છું કે તમારી પાસે આ સમન્સ માટેનું કોઈ વાજબી કારણ નથી. સીએમ કેજરીવાલે EDના વર્તનને મનસ્વી અને અપારદર્શક ગણાવ્યું હતું.

ત્રીજી વખત EDએ મોકલ્યુ સમન્સ: કેજરીવાલે લખ્યું કે, પહેલાની જેમ તે ફરીથી કહે છે કે તે કાયદાનું સન્માન કરે છે અને તપાસમાં સહકાર આપવા તૈયાર છે. તેઓએ માંગ કરી છે કે ED તેમના પ્રશ્નોના જવાબ આપે, જેથી તેઓ આ તપાસના હેતુના અવકાશને યોગ્ય રીતે સમજી શકે. આપને જણાવી દઈએ કે દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની ધરપકડ બાદ EDને મજબૂત પુરાવા મળ્યા છે. તેના આધારે ઈડીએ નવેમ્બરમાં પહેલીવાર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું અને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તે પછી પણ તેઓ ગયા ન હતા.

પહેલાં પણ થઈ ચુકી છે પુછપરછ: ત્યાર બાદ તેમણે EDને પત્ર લખીને પૂછ્યું હતું કે તેમને પહેલા જણાવવામાં આવે કે, તેમને કયા કાયદા હેઠળ સમન્સ મોકલવામાં આવ્યું છે ? પ્રાપ્ત માહિતી અનુસાર, EDએ હજુ સુધી આ સંબંધમાં કોઈ માહિતી આપી નથી અને ત્રીજી વખત સમન્સ મોકલ્યું હતું અને 3 જાન્યુઆરીએ સીએમ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તાજેતરમાં જ્યારે EDએ ત્રીજું સમન્સ મોકલ્યું હતું ત્યારે સીએમ કેજરીવાલ વિપશ્યના માટે પંજાબ ગયા હતા. આ પહેલા ગયા વર્ષે એપ્રિલમાં સીબીઆઈ દિલ્હી દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી ચૂકી છે.

  1. મહુઆ મોઈત્રાની અરજી પર SCએ લોકસભાના મહાસચિવ પાસેથી જવાબ માંગ્યો
  2. Parliament Security Breach : દિલ્હી હાઈકોર્ટે આરોપી નીલમની અરજી ફગાવી, જાણો શું હતો મામલો

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details