- દિલ્હી સરકારે જાહેર કર્યાં આદેશ
- કુંભમાં જનાર દિલ્હીવાસીઓ થશે 14 દિવસ હોમ-ક્વૉરેન્ટાઇન
- 24 કલાકમાં આપવી પડશે સરકારને માહિતી
નવી દિલ્હી: રાજધાનીમાં કોરોના દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. અહીંયા દર ચોથો વ્યક્તિ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યો છે. ત્યાં હરિદ્વારના કુંભ મેળામાં ગયેલા લોકોમાંથી મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. દિલ્હીથી પણ લોકો કુંભમાં ગયા હતાં જેમાંથી ઘણાં લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે આથી આ લોકો દિલ્હીમાં કોરોના ન ફેલાવે તે માટે દિલ્હી સરકારે અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે.
વધુ વાંચો:દિલ્હી સરકારનો રેલવે બોર્ડને પત્ર, ટ્રેન કોચમાં ઓક્સિજન સુવિધા ધરાવતા 5000 બેડ તૈયાર કરી આપો
વેબસાઇટ પર અપલોડ કરવી પડશે માહિતી
દિલ્હી સરકારે 4 એપ્રિલ બાદ હરિદ્વાર કુંભ ગયેલા તમામ દિલ્હીવાસીઓ પાસેથી કુંભયાત્રાની તમામ માહિતી માંગી છે. જે પણ લોકો 4 એપ્રિલથી અત્યાર સુધી હરીદ્વાર કુંભમાં ગયા છે તેમણે પુરું નામ, દિલ્હીનું સરનામું, ફોન નંબર, આઇ.ડી. સહિતની તમામ માહિતી દિલ્હી પહોંચ્યાના 24 ક્લાકમાં દિલ્હી સરકારની વેબસાઇટ www.delhi.gov.in પર અપલોડ કરવાની રહેશે. અને આ તમામ લોકોએ ઘરે 14 દિવસ માટે હોમ ક્વૉરેન્ટાઇન રહેવું પડશે.
વધુ વાંચો:દિલ્હીમાં ઓક્સિજનની તંગી, કેન્દ્ર સરકારે તાત્કાલિક ક્વોટામાં વધારો કર્યો
આદેશ નહીં માનનારને કરાશે ઇન્સ્ટીટ્યૂશનલ ક્વૉરેન્ટાઇન
દિલ્હી સરકાર આ આદેશ ન માનનારને કુંભમાંથી પાછા આવ્યા બાદ ઇન્સ્ટીટ્યૂશનલ ક્વૉરેન્ટાઇન કરવામાં આવશે. એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કુંભમાંથી પાછા આવ્યા બાદ જો કોઇ વ્યક્તિ સરકારી વેબસાઇટ પર પોતાની માહિતી નહીં આપે તો જિલ્લા અધિકારી દ્વારા તેને14 દિવસ માટે ઇન્સ્ટીટ્યૂશનલ ક્વૉરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવશે. આ આદેશ લાગુ કરવાની જવાબદારી જિલ્લા પ્રશાસનની રહેશે. સાથે જ જિલ્લા અધિકારીને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ લોકોનું ટ્રેસિંગ અને સર્વેલન્સ કરે.