- દિલ્હી સરકાર વૃદ્ધોને મફતમાં અયોધ્યા યાત્રા પર મોકલવાની વ્યવસ્થા કરશે
- રાષ્ટ્રીય રાજધાનીમાં 500 જગ્યા પર તિરંગા લગાવશે
- કેજરીવાલે મફત વિજળી અને બસમાં મહિલાઓને મફત સવારી પ્રદાન કરી છે
નવી દિલ્હી:દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યુ કે, જ્યારે લોકોનો પ્રેમ એની સાથે છે ત્યાં સુધી તેને કોઈ પરવાહ નથી કે, ભાજપ અને કોંગ્રેસ આખા શહેરમાં રાષ્ટ્રીય ધ્વજ લગાવવા અને વૃદ્ધોને મફતમાં અયોધ્યા યાત્રા પર મોકલવાની એની સરકારીની યોજનાને લઈને શું કહે છે.
આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલે સુરતમાં કર્યો રોડ શો, મોટી સંખ્યામાં આપ કાર્યકરો જોડાયા
ભાજપ અને કોંગ્રેસ ટિકા કરે છે કે, કેજરીવાલ રૂપિયા લૂંટાવી રહ્યા છે
દિલ્હી સરકારે 2021-22 માટે પોતાના બજેટમાં ઘોષણા કરી છે કે, તે રાષ્ટ્રીય રાજધાનીમાં 500 જગ્યા પર તિરંગા લગાવશે. નાણાપ્રધાન મનિષ સિસોદિયાએ કહ્યુ કે આ ઉદ્દેશ માટે બજેટમાં 45 કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યા છે. કિરાડીમાં એક સીવર લાઈન પરિયોજનાનું ઉદ્ઘઘાટન કરતા અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યુ કે, અન્ય જૂથ મને કોસી રહ્યા છે કે, મે મફત વિજળી અને બસમાં મહિલાઓને મફત સવારી પ્રદાન કરી છે. ભાજપ અને કોંગ્રેસ ટિકા કરે છે કે, કેજરીવાલ રૂપિયા લૂંટાવી રહ્યા છે.
આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલે સુરતમાં AAPના વિજયી ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી
500 જગ્યા પર તિરંગા લગાવીને 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરશે
એમણે કહ્યુ કે, તે રાષ્ટ્રીય રાજધાનીમાં 500 જગ્યા પર તિરંગા લગાવીને 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરશે. તે જૂથ કહી રહ્યુ છે કે, તિરંગા લગાવવા ન જોઈએ. તે પૈસાની બર્બાદી છે. દિલ્હી સરકાર વૃદ્ધોને મફતમાં અયોધ્યા યાત્રા પર મોકલવાની વ્યવસ્થા કરશે.